તુલસી નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે જાણો કેવી રીતે
કોરોના કાળમાં તુલસીના ઉપયોગ પર વધારે ભાર મુકાયો છે. આયુર્વેદિક નુસખાઓમાં તુલસી મોટેભાગે એક મહત્વપૂર્ણ સામગ્રી રહી છે. હાલ, મોટા ડોકટરો પણ આ સમયે તુલસીનું સેવન કરવાની ભલામણ કરી રહ્યા છે. જ્યાં બીજી બાજુ તુલસીને આધ્યાત્મિકતામાં પણ ખૂબ જ ઉપયોગી છોડ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીના સેવનના કેટલાક ગેરફાયદા હોઈ શકે છે. જો તમે તેનો ઉપયોગ થોડી સાવચેતીથી ન કરો તો તે ફાયદાને બદલે તમને નુકસાન પણ પહોંચાડી શકે છે.
તુલસીમાં લોહીને પાતળું કરવાની ક્ષમતા છે. જો કે તે હાનિકારક નથી. પરંતુ જો તમે લોહીને પાતળું કરવા માટે દવાઓનો ઉપયોગ કરી રહ્યા છો, તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ તુલસી ખાવ.
તુલસીમાં લોહ જોવા મળે છે. તેથી, તેને ચાવવાથી અને ખાવાથી તમારા દાંત પર ડાઘ આવે છે.
તુલસીમાં એસ્ટ્રાગોલ નામનું તત્વ હોય છે, જે ગર્ભાશયમાં સંકોચનનું કારણ બની શકે છે. આથી ગર્ભાવસ્થા દરમિયાન તુલસીનું સેવન ન કરવું જોઈએ.
ઘણા અભ્યાસોએ સાબિત કર્યું છે કે તુલસી રક્તમાંથી સુગરનું સ્તર ઘટાડી શકે છે, તેથી જો તમે બ્લડ શુગર ઘટાડવા માટે દવા લેતા હો તો તુલસી તેની અસર વધારે છે અને બ્લડ શુગરને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. જો તમે ડાયાબિટીઝની દવા લઈ રહ્યા છો, તો ડૉક્ટરની સલાહ પર જ તુલસીનો ઉપયોગ કરો.
તુલસીનું વધારે પડતું સેવન કરવાથી શરીરમાં યુજીનાલનું સ્તર વધી જાય છે જેનાથી શરીરમાં ટોક્સિનનું પ્રમાણ પણ વધી જાય છે. જેનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.