બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

This browser does not support the video element.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરોડોની ખનિજ ચોરી ઝડપાતા પી.એસ આઈની બદલી કરાઈ...

દેવભૂમિ દ્વારકા જિલ્લો એટલે કાચા સોના સમાન ખાણીજનો જિલ્લો ગણાય છે અહીં બોક્સાઇડ કાળા પથ્થર સહિત સફેદ પથ્થર અને દરિયાઈ રેતી ચોરીનું વ્યાપક ખનીજ ચોરી થાય છે જેમાં બોક્સાઇડ જેવા કિંમતી ખનીજની વ્યાપક ચોરી થતી હોય સ્થાનિક અધિકારીઓ આંખ બંધ કરી બેઠા હોય ત્યારે આર આર સેલ રાજકોટ દ્વારા આ મામલે મેવાસા ગામે રેડ કરવામાં આવી હતી.

આ રેડમાં કુલ 7 વાહનો ઝડપાયા હતા જેની અંદાજીત કિંમત અઢી કરોડ થવા જાય છે ખાનગી સર્વે નંબરમાં ખોદકામ ચાલુ હોવાની માહિતી આર આર સેલ દ્વારા રેડ પાડી કુલ 8 શખ્સો ને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અઢી કરોડ જેવી મોટી ખનીજની ચોરી ઝડપાતા ગાંધીનગર સુધી ચકચાર મચતા આખરે સ્થાનિક દેવવભૂમિ દ્વારકા જિલ્લાના  કલ્યાણપુરના પી એસ આઈ જેડ એલ ઓડેદરા ની બદલી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

જો કે આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. સાથેજ પોલીસ બેડામાં આ મામલે ભારે ચકચાર મચી જવા પામી હતી. જો કે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે તો મેવાસા ગામે અઢી કરોડની ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી કાર્યવાહી કારી આ મામલે કલ્યાણપુર ના પી એસ આઈ જેડ એલ ઓડેદરાની બદલી કરવામાં આવી છે.