બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

મંદીમાં કોણે અંબાજી મંદિરમાં સવા કિલો સોનું અર્પણ કર્યું જાણો...

યાત્રાધામ અંબાજીને ભારતભરમાં સૌ પ્રથમ સંપૂર્ણ સોનાનું બનાવવાના ભાગરૂપે દેવસ્થાન ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા દરેક માઈ ભક્ત પોતાની યથાશક્તિ સોનાનું દાન કરી શકે તે માટે સુવર્ણ યોજનાને અમલી બનાવવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટના એક માઇભકતે અંબાજી મંદિરમાં રૂ. 68 લાખનું સવા કિલો સોનું અપર્ણ કર્યું હતું. 


રાજકોટના એક માઈ ભક્ત દ્વારા માતાજીના ચરણોમાં સવા કિલો સોનાની ભેટ ધરવામાં આવી હતી. જેની અંદાજીત કિંમત 68 લાખથી વધુ થવા જાય છે. આજે સવારે માઈ ભક્ત દ્વારા માતાજીને પૂજા-અચના કરી સોનાની ભેટ ધરવામાં આવી હતી. જેનો મંદિરના ઈન્સ્પેક્ટર સતીષભાઈ ગઢવીએ સ્વીકારી માતાજીના ભંડારામાં તેનો ઉમેરો કર્યો હતો.


આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  સુવર્ણમય યોજનામાં અત્યાર સુધી 154 કિલો, 134 ગ્રામ - 849 મીલીગ્રામ આવ્યું હતું. જેમાંથી 140 કિલો 522 ગ્રામ, 840 મળી ગ્રામ વપરાયું હતું. 13 કિલો 612 ગ્રામ 00.9 ઓછું દેવસ્થાન ટ્રસ્ટના ભંડારામાં જમા છે.