બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ: શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવાલયોમા ભાવિકોએ કર્યા ભોલેનાથના દર્શન

પંચમહાલ: હિન્દુ ધર્મમા શ્રાવણ માસનુ વિશેષ મહત્વ છે. શિવની મહિમા ગાવાનો તેની ભક્તિ કરવા માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ માનવામા આવેછે.પંચમહાલના પ્રસિધ્ધ એવા શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણના છેલ્લા સોમવારે ભાવિકોની ભીડ ઉમટી હતી. 


ભાવિક ભકતોએ સોશિયલ ડીસટન્સ રાખીને દર્શન કર્યા હતા.મંદિર પ્રશાસન દ્રારા શિવલિંગ ઉપર જળ,દુધ,સહિતની વસ્તુનો અભિષેક કરવાનો  પ્રતિબંધ ફરમાવાયો  છે. હાલમા કોરોનાનો માહોલ ચાલી રહ્યો છે.ત્યારે મંદિર પ્રશાસન પણ સંકમણ ના ફેલાય તેની સાવચેતીના ભાગરુપે કોવિડ૧૯ની ગાઇડલાઇન મુજબ કામગીરી કરી રહ્યુ છે. મરડેશ્વર મહાદેવનુ શિવલીંગ સ્વયંભુ છે.જે ચોખાના જેટલુ વધતુ હોવાની લોકવાયકા પ્રચલિત છે.જેથી ભાવિકોની ખુબ શ્રધ્ધા છે.અહી જન્માષ્મીનો મેળો ભરાય છે.આ વર્ષે કોરોનાને લઇને મેળો પણ રદ કરવામા આવ્યો હતો.છેલ્લો સોમવાર હોવાથી અહી ભકતોનો ધસારો જોવા મળ્યો હતો.દેશદુનિયા ભરમા કોરોનાની મહામારી ચાલી રહી છે.ત્યારે ભાવિકોએ આ મહામારી દુર થાય તેવી પ્રાર્થના કરી હતી.