શું તાલિબાની AK-47 લઈને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની ઓફિસમાં પહોંચ્યા? વાયરલ થઈ રહેલી તસ્વીરો જાણો સચ્ચાઈ શું છે...
અફઘાનિસ્તાન તાલીબાનના હાથમાં આવી ગયું છે. જ્યારે એકબાજુ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ દુનિયાને એ વાતનો ભરોસો આપી રહ્યા છે કે, તાલિબાનીઓના ડરની વચ્ચે પણ ક્રિકેટને નુકસાન પહોંચશે નહીં ત્યાં બીજી તરફ એવી તસ્વીર વાયરલ થઈ રહી છે કે જેનો ક્રિકેટ સાથે કોઈ સંબંધ રહેલો નથી. જ્યારે વાત કંઇક આ પ્રકાર છે કે ટ્વિટર પર એક ફોટોગ્રાફ શેર કરાઈ રહ્યો છે કે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેટલાંક તાલિબાની AK-47 લઈને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ઓફિસમાં પહોંચી ગયા છે અને તેની સાથે પૂર્વ ક્રિકેટર અબ્દુલ્લાહ મજારી પણ રહેલ છે.
તેની સાથે આ તસ્વીરને Afghanistan Cricket Board ના કોન્ફરન્સ રૂમની હોવાનું સામે આવી રહ્યું છે. તાલિબાનીઓના ભયની વચ્ચે ક્રિકેટ બોર્ડના સીઈઓ હામિદ શેનવારી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ક્રિકેટને તેનાથી કોઈ નુકસાન પહોંચશે નહીં.
માત્ર એટલું જ નહીં, તાલિબાનના કબજા બાદ ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ડોમેસ્ટિક ટી-20 ટૂર્નામેન્ટનું કાબુલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજન કરવા માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. આ લીગમાં વધુ 2 ટીમોને સામેલ કરતા ફ્રેન્ચાઈઝીની કુલ સંખ્યા 8 પહોંચી ગઈ છે.
Afghanistan Cricket Board ના મુખ્ય કાર્યકારી અધિકારી હામિદ દ્વારા નિવેદન આપતા કહેવામાં આવ્યું છે કે, આ વખતે એસીએસ દર્શકો અને ચાહકોને એક નવો અનુભવ આપવામાં આવશે. જે ખેલાડીઓ માટે આર્થિકરીતે સારું રહેશે.