શું આપને લગ્ન પ્રસંગોનાં ભોજન સમારોહમાં જમવું બહું ગમે છે? આ અહેવાલ વાંચીને જમતા પહેલા કરશો વિચાર...
વાંચક મિત્રો આપણાં ઘરમાં કે સ્નેહિજનોનાં ત્યાં યોજાતા શુભ પ્રસંગોનાં સમુહભોજની લીજ્જત માણવી આપ સૌને ગમતીજ હશે, પણ તાજેતરમાં આવાજ એક પ્રસંગ દરમ્યાન રસોઈયા દ્વારા કરવામાં આવેલી એક હરકત તમને આવા ભોજન સમારંભમાં જમતા પહેલા એકવાર વિચારતા જરુરથી કરી દેશે.
વાત એમ છે કે તાજેતરમાં જ સોસિયલ મિડીયા પર એક રસોઈયા યુવાનનો રોટલી બનાવતા બનાવતા રોટલીપર થુંકવાની શરમજનક હરકતનો વિડીયો ખુબજ તેજીથી વાયરલ થયો હતો, જેની ગઈકાલે એટલેકે શનિવારે મેરઠ પોલીસે ધરપકડ કરી હતી. આ યુવક લિસાડી ગેટનાં લખીપુરનો રહેવાસી નૌશાદ હોવાનું સામે આવ્યું હતું, નૌશાદ લગ્ન પ્રસંગોમાં તંદુરી રોટલી બનાવવાનું કામ કરે છે. આ ઘટના સામે આવતાજ હિંદુ જાગરણ મંચનાં કાર્યકર્તાઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને નૌશાદના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી હતી.
બે દિવસ પહેલા એક લગ્ન પ્રસંગનો વિડીયો સોસિયલ મિડીયા પર ખૂબજ વાયરલ થયો હતો. તે વિડીયોમા એક યુવક રોટલી વણીને તેના ઉપર થુંકતો જોવા મળી રહ્યો હતો, ત્યારબાદ મેરઠ હિંદુ જાગરણ મંચ નાં મહાનગરનાં અધ્યક્ષ સચિન સિરોહીનાં ધ્યાનમાં આ ઘટના આવતા તેમણે સ્વતપાસ હાથ ધરી હતી, જે દરમ્યાન આ વિડીયો મેરઠના મેડિકલ પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં આવતા એક લગ્ન પ્રસંગનો હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાત તેઓ તાત્કાલિક ધોરણે હિંદુ જાગરણ મંચના કાર્યકર્તાઓ સાથે મેડિકલ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને ઉગ્ર દેખાવો કરી આરોપી યુવક વિરુદ્ધમાં કડક પગલાઓ લેવા માટે માંગ કરી હતી, જે દરમિયાન ત્યાંની સ્થાનિક પોલીસે આરોપી યુવકને પકડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ સિવાય શનિવારે સાંજે સામાજીક કાર્યકર્તા અને ધારાશાસ્ત્રી એવા એડવોકેટ યશોદાબહેનને સુચના મળી હતી કે જે કેટરિંગ સાથે નૌશાદ કામ કરે છે તે કેટરિંગ પી.વી.એસ નજીક શાસ્ત્રીનગરનાં આઈ બ્લોકમાં કોઈ પ્રસંગમાં રસોઈ બનાવવા આવવાના છે, આ બાતમિનાં આધારે એડવોકેટ તે જગ્યા પર પહોંચ્યા અને તુરંતજ પોલીસને જાણ કરી, અને ત્યાંજ આરોપી નૌશાદને દબોચી લેવામાં આવ્યો.
પોલીસની સામેજ આરોપીને ચખાડ્યો મેથીપાક
સામાજીક કાર્યકરતા યશોદાબહેને યુવકને પકડીને પુછપરછ કરી અને પોલીસની સામેજ તેણે કરેલા કૃત્ય માટે બરાબર મેથીપાક ચખાડ્યો, અને ત્યાંથી તેને પી.વી.એસ પોલીસ પીસ ચોકી લઈ જવામાં આવ્યો. જ્યાંથી ચોકી ઈંચાર્જ શ્યામસિંહ આરોપી નૌશાદને લઈ મેડિકલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ હિંદુ જાગરણ મંચ નાં મહાનગર અધ્યક્ષ સચિન સિરોહીને થતા તેઓ પણ પોતાના કાર્યકર્તાઓ સાથે મેડિકલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
પોતાના પર લાગેલા આરોપો નકારી રહ્યો છે નૌશાદ
પોલીસ સ્ટેશનમાં પુછપરછ દરમ્યાન નૌશાદે કબુલ્યું હતું કે વાયરલ થયેલો વિડીયો ગત તારીખ 16 ફેબ્રુઆરીનોજ છે, તે અરોમા ગાર્ડનમાં એક લગ્નપ્રસંગને લઈને રસોઈ બનાવવા ગયો હતો, પરંતું નૌશાદે તંદુરી રોટલી પર થુંકવાના આરોપને નકારી કાઢ્યો હતો. વધુમાં તેણે જણાવ્યું હતું કે છેલ્લા 15-16 વર્ષથી તે લગ્ન સમારોહમાં રોટલીઓ બનાવવાનું કામ કરે છે, વાયરલ થયેલા વિડિયોમાં તે એક ટેબલ પર લોટ રાખીને રોટલીઓ વણી રહ્યો છે અને તંદુરનાં ભઠ્ઠામાં શેકી રહ્યો
છે,
જોકે વિડિયોનાં આધારે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, પણ આરોપી યુવક નૌશાદ પોતાના ઉપર લાગેલા આરોપો નકારી રહ્યોછે, હવે તેના ઉપર દાખલ થયેલી ફરિયાદ બાદ ન્યાય પ્રણાલી દ્વારા શું પગલા લેવામાં આવેછે એ જોવાનું રહ્યું, પણ આ અહેવાલ વાંચ્યા બાદ આપ પણ લગ્ન પ્રસંગોમાં જમતા પહેલા એકવાર વિચાર જરુર કરશો... ખરું ને??