શું તમારા પગમાં પણ દુખાવો રહે છે ?
કેટલાક લોકોના પગના તળિયા સામાન્ય કરતાં અલગ હોય છે, જેને ફ્લેટ ફૂટ એટલે કે સપાટ પગ કહેવામાં આવે છે. આર્ચ એટલે કે પગનાં તળિયામાં વચ્ચે કમાન કે ખાડા જેવું હોય છે તે સંપૂર્ણ રીતે સમતલ હોવાને કારણે તળિયા સંપૂર્ણ રીતે જમીનને સ્પર્શે છે. તેના કારણે પગ પર વધારે ભાર સહન કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. જેને સપાટ પગની સમસ્યા હોય છે તેઓ ઝડપી દોડી પણ નથી શકતા.
કેટલીક વખત પગમાં થતો દુખાવો સામાન્ય લાગે છે પરંતુ તે સપાટ પગને કારણે પણ થઈ શકે છે. સપાટ પગમાં રમતા હોઈ અથવા ચાલતી વખતે ઈજા થવાનું જોખમ વધારે રહે છે. આવા લોકોને દુખાવાનો સામનો પણ કરવો પડે છે. મુંબઈના હાડકાના રોગ નિષ્ણાત ડો. પ્રદીન મોનૂટ પાસેથી જાણો તેનાથી કેવી રીતે છૂટકારો મેળવવો...
આ રીતે સપાટ પગ બને છે
જન્મના સમયે બાળકોના પગના તળિયા સપાટ જ હોય છે. બાળકના વિકાસની સાથે તે સારા થઈ જાય છે. પરંતુ ઘણા કિસ્સામાં તે સપાટ જ રહી જાય છે. જ્યારે તળિયાના સ્નાયુઓ નબળા હોય છે, પગના હાડકાની રચનાત્મક સંરચના અસામાન્ય હોય છે ત્યારે આવી સમસ્યા પેદા થાય છે. જ્યારે તળિયાના સાંધા યોગ્ય રીતે વિકસિત થતા નથી, ત્યારે તેને ટોર્સલ કોએલિશન કહેવામાં આવે છે, જે સપાટ પગ હોવાના કારણોમાંથી એક છે.
જો માતા-પિતા અથવા પરિવારમાં આ સમસ્યા છે તો આગામી પેઢીમાં આ સમસ્યા જોવા મળી શકે છે. તે ઉપરાંત ન્યૂરોલોજિકલ અથવા મસ્કુલગ રોગ જે સ્નાયુઓ અથવા ચેતાને લગતા રોગો છે, તે પણ તેનું કારણ હોઈ શકે છે. કેટલાક કિસ્સામાં ખોટા શેપવાળા જૂતા અને ચંપલનો ઉપયોગ કરવાથી અથવા ખુલ્લા પગે ન ચાલવું પણ મુખ્ય કારણ છે