દયાળુ કુતરાએ તરફડતી માછલીઓ જોઈને શુ કર્યુ જુઓ વાયરલ વિડીયો
આ દુનિયા હકીકતમાં ખૂબ અજીબોગરીબ છે. આવુ એટલા માટે કહી શકાય કારણ કે, દુનિયામાં ભાત ભાતના લોકો વસે છે અને સમય ક્યારે પોતાનું ચક્ર ફેરવી લે તે કોઈને પણ ખબર નથી. અરેરે…એટલુ પણ ગંભીર થવાની જરૂર નથી.
અમે તો બસ એટલા માટે કહ્યુ કે, સામન્ય રીતે કુતરો કોઈ માછલીને જોવે તો એ સૌથી પહેલા તેના પર હુમલો કરી ખાવાનો પ્રયાસ કરે. સામન્ય રીતે આપણે આવું જ જોયું છે. પણ અમે આપના માટે એક વીડિયો લઇ આવ્યાં છીએ જે તમારી આ ધારણાને ખોટી પાડશે. તમે વીડિયોમાં જોઈ શકશો એક કુતરો પાણી માટે વલખા મારતી માછલીને પાણીમાં છોડે છે અને તરફડીયા મારતી માછલીનો જીવ બચાવે છે.
આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, એક ટબમાં માછલી જીવતી છે, પણ તે લાંબો સમય જીવી શકે તેમ નથી કેમ કે, ટબમાં પાણી નથી અને પાણી વગર માછલીનું આયુષ્ય બહુ લાંબૂ ચાલી શકે નહીં. તેથી પાણી વગર આ માછલી પણ તરફડી રહી છે. જો કે, નજીકમાં ઉભેલા કુતરાએ આ દ્રશ્ય જોઈ તેણે મોમાં માછલીને લઈને બહાર કાઢી પાણીમાં છોડી દીધી, જાણે માછલીને જીવમાં જીવ આવ્યો.