બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

વ્હાઇટ હાઉસમાં કોરોનાનો પગપેસારો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શુક્રવારે સવારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ અંગે માહિતી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અને ફર્સ્ટ લેડી અગામી થોડા દિવસો સુધી ક્વોરન્ટીન જ રહેશે.


અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત સલાહકાર કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યાર પછી ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયા ટ્રમ્પે પોતાની જાતને ક્વોરન્ટીન કર્યાં છે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં અંગત સલાહકાર હોપ હિક્સનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. કોરોનાનાં લક્ષણો દેખાયાં પછી હોપ હિક્સે પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો.

હોપ હિક્સ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એરફોર્સ વનમાં નિયમિત મુસાફરી કરતાં હતાં. તાજેતરમાં જ હોપ હિક્સ તેમના સિનિયર અધિકારીઓ સાથે પ્રેસિડેન્ટ ડિબેટ માટે ક્લીવલેન્ડ ગયાં હતાં. વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના અને અમેરિકન લોકો માટે કામ કરતા દરેક જણનાં સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને ખૂબ ગંભીર છે.


ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટ કરી આપી જાણકારી




પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ટ્વીટ કરી ઝડપી પુન: રિકવર પ્રાપ્તિ અને સારું સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી