મહાસત્તા ટ્રમ્પનો ''મોંઘેરો'' ગુજરાત પ્રવાસ પૂર્ણ, કેટલી યાદો છોડીને રવાના થયા? જાણો...
આ મુલાકાત દરમ્યાન માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિશ્રીને ગાંધી આશ્રમ સંબંધિત જાણકારી આપી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રીમતી મેલાનિયા ટ્રમ્પે ચરખો કાંત્યો હતો. માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિશ્રીને જાપાનના બૌદ્ધ સાધુએ પૂ.મહાત્મા ગાંધીજીને વર્ધામાં ૧૯૩૩માં ભેટમાં આપવામાં આવેલ ત્રણ વાંદરાની પ્રતિકૃતિ અર્પણ કરી હતી. આ મુલાકાત દરમ્યાન અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમની મુલાકાત પોથીમાં “”To My great friend Prime Minister Modi – Thank you for this wonderful visit’’ સંદેશની નોંધ કરી.
આ મુલાકાત દરમ્યાન ગાંધી આશ્રમ સંચાલિત વિનય મંદિર માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા પૂ.બાપુના પ્રિય ભજન ‘વૈષ્ણવ જનરે..’ અને ‘રઘુપતિ રાઘવ.’ નું ગાન કર્યું હતું.