લર્નિંગ લાયસન્સ પૂરું થાય તો ચિંતા નહીં, હવે 150 રૂપિયા ભરી કરવો રીન્યુ જાણો શું બદલાયો નિયમ..
લોકોને હેરાનગતિ કરવા વાળો નિયમ આખરે બદલાયોલર્નિંગ લાઇસન્સ પૂરું થયા બાદ રૂપિયા 150 ભરી રિન્યૂ થશે, નવું નહીં કઢાવવું પડેઅગાઉ પાકા લાઇસન્સની અને સ્માર્ટ કાર્ડની ફી પરત કરાતી નહોતીલર્નિંગ લાઇસન્સ એક્સપાયર થશે તો ફરી કમ્પ્યૂટર ટેસ્ટ આપવો નહીં પડેહવે વાત એમ છે કે સરકારે લર્નિંગલાઇસન્સ
લર્નિંગ લાઇસન્સ પૂરું થયા બાદ રૂપિયા 150 ભરી રિન્યૂ થશે, નવું નહીં કઢાવવું પડે
આ સાથે સૌથી મોટો બદલાવ આ જોગવાઇનો કરવામાં આવ્યો છે. સારથી-4 સોફ્ટવેરમાં અગાઉ અંદાજે 700 રૂપિયા જેવી માતબર રકમ લર્નિંગ લાઈસન્સ એક્સપાયર થતાં પરત મળતી નહોતી, જે હવે ફરી લર્નિંગ લાઇસન્સ કરાવતી વખતે માત્ર 150 રૂપિયા લર્નિંગ લાઇસન્સની ફી ભરવાની રહેશે. જો નાગરિક દ્વારા એક પણ વખત ટેસ્ટ આપવામાં નહીં આવ્યો હોય તો ટેસ્ટ ફીના પૈસા પણ ફરી વખત માન્ય રહેશે. લર્નિંગ લાઇસન્સ કઢાવ્યાથી એક વર્ષ સુધી જો કોઇ કાર્યવાહી નહીં કરે તો જ ફરી પૈસા ભરવાના થશે. સારથી-4 સોફ્ટવેર શરૂ થયાથી વર્ષો સુધી સરકારે નાગરિકો પાસે કરેલી ઉઘાડી લૂંટ 29 સપ્ટેમ્બરે કરેલા પરિપત્રથી બંધ થશે.
અગાઉ લર્નિંગ સાથે ફરજિયાત પાકા લાઇસન્સના પૈસા પણ લર્નિંગ લાઇસન્સ વખતે લઈ રિફંડ અપાતું ન હતું. જે હવે નિયમ બદલાતા અરજદારોને ફાયદો થશે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com