બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ટ્રમ્પને થયો કોરોના, ડાઉ જોન્સના શૅરમાં 700 પોઇન્ટનું પડ્યું ગાબડું.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એમનાં પત્ની મેલાનિયાને કોરોના પોઝિટિવ આવ્યાના સમાચારે શૅરબજારમાં ખળભળાટ મચાવી દીધો હતો અને ડાઉ જોન્સ જેવી પ્રતિષ્ઠિત કંપનીના શૅરના ભાવમાં ગાબડું પડ્યું હતું. ડાઉ જેાન્સના શૅરના ભાવમાં 700 પોઇન્ટનેા ઘસારો પહોંચ્યો હોવાનો અહેવાલ રોયટર સમાચાર સંસ્થાએ વહેતો કર્યો હતો. 

જ્હૉન હોપકિન્સ યુનિવર્સિટીએ આ સપ્તાહના આરંભે જણાવ્યા મુજબ ફ્લોરિડામાં કોરોનાના કેસ ધડાધડ વધી રહ્યા હતા. એની પ્રતિકૂળ અસર શૅરબજાર પર પણ થઇ હતી. એમાંય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી શૅરબજારમાં રીતસર તડાફડી બોલી ગઇ હતી. ડાઉ જોન્સના શૅરના ભાવમાં 2.8 ટકાનું એટલે કે 700 પોઇન્ટનું ગાબડું પડી ગયું હતું. 

ડોનાલ્ડ ટ્રમ્પે ડાઉ જોન્સના ભાવમાં પડેલા ગાબડા માટે ડેમોક્રેટ્સને જવાબદાર ગણાવ્યા હતા. ખરેખ તો ડાઉ જોન્સના ભાવમાં બુધવારથી ઘટાડો થવાનું નોંધાયું હતું. નવમાંથી આઠ ટ્રેડિંગ સેશન્સમાં આ ઘટાડો નોંધાયો હતો એમ માર્કેટ રિયાલિસ્ટના એક રિપોર્ટમાં દાવો કરાયો હતો.