બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ડૉ. આંબેડકરે નહીં પણ આમણે લખ્યું છે ભારતનું બંધારણ

વિશ્વભરના અનેક દેશોના બંધારણોનો ઝીણવટભર્યો અભ્યાસ કરી, બેઠકો યોજી ચર્ચા વિચારણા તથા સંશોધન બાદ ભારતે વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણની રચના કરી હતી.


ભારતનું બંધારણ ટાઈપિંગ કે પ્રિન્ટિંગ દ્વારા તૈયાર કરાયું નથી, પરંતુ તેને હાથ વડે લખવામાં આવ્યું છે. ભારતનું બંધારણ વિશ્વનું એકમાત્ર એવું બંધારણ છે જે હસ્તલિખિત છે. બંધારણની મૂળ નકલ પ્રખ્યાત કેલિગ્રાફર પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ હાથ વડે લખી હતી. રાયજાદાનો પૈતૃક વ્યવસાય કેલિગ્રાફી હતો. તેમણે અત્યંત સુંદર કેલિગ્રાફી દ્વારા ઈટાલિક અક્ષરોમાં બંધારણ લખ્યું હતું. તેનાં દરેક પાના પર રવિન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનના કારીગરો દ્વારા વિવિધ ડિઝાઈન કરવામાં આવી હતી. 


ભારતના બંધારણની મૂળ નકલ હિન્દી અને અંગ્રેજી બન્ને ભાષામાં હસ્તલિખીત હતી. બન્ને ભાષામાં બંધારણને પ્રેમ બિહારી નારાયણ રાયજાદા દ્વારા લખવામાં આવ્યું હતું. આ બંધારણના લખાણમાં આશરે છ મહિનાનો સમય લાગ્યો હતો. ખાસ વાત તો એ છે કે તેમણે બંધારણ લખવા બદલ એક પૈસો પણ વસૂલ્યો ન હતો. રાયજાદાજીને આ કામ કરવા માટે બંધારણ બિલ્ડીંગમાં એક અલગ ઓરડો ફાળવવામાં આવ્યો હતો. બાદમાં એ ઓરડાને કોન્સ્ટિટ્યુશન ક્લબ કહેવાતું. તેમની મહેનતનો અંદાજો એ પરથી જ લગાવી શકાય કે બંધારણ લખવામાં તેમણે 432 પેનની નિબનો ઉપયોગ કર્યો હતો. ભારતીય બંધારણની મૂળ નકલમાં કુલ 251 પાનાં છે અને તેનું વજન 3.75 કિલો છે. બંધારણના હસ્તલેખન પર 24 જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ સભાના તમામ સભ્યો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.


બંધારણ અમલી બન્યું ત્યારે તે 22 ભાગોમાં હતું અને 395 અનુચ્છેદ, 8 અનુસૂચિ હતી. વર્તમાન સમયમાં બંધારણ 448 કલમો, 12 અનુસૂચિ અને 25 ભાગમાં છે. ભારત જેવા વૈવિધ્યપૂર્ણ દેશના બંધારણની રચના કરવામાં 2 વર્ષ 11 મહિના 18 દિવસનો સમય લાગ્યો હતો. અત્યાર સુધીમાં ભારતના બંધારણમાં 100 કરતાં વધારે સુધારા કરવામાં આવ્યા છે.
ભારતીય બંધારણને 26મી નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભાએ મંજૂરી આપતા 26મી નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.