બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે એ ગઇકાલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે એ ગઇકાલે સિવિલ હોસ્પિટલ, 1200 બેડની ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં આઈ.સી.યુ.અને કોરોના વૉર્ડની મુલાકાત લઈને કોરોના પોઝિટિવ દર્દીઓના સ્વાસ્થ્યની પૃચ્છા કરી હતી. તેમણે દર્દીઓને અપાતી સારવાર અને સવલતોથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

ડૉ. શ્રીમતી જયંતી રવિ અને શ્રી જયપ્રકાશ શિવહરે કોરોના વૉર્ડમાં સેવારત ડોક્ટર, પ્રોફેસર, રેસીડન્ટ, ઈંન્ટર્ન, નર્સ અને સફાઈ કર્મચારીઓ; તમામને વ્યક્તિગત મળ્યા હતા અને તેમની સેવાઓને બિરદાવી હતી. તેમણે તમામને સાંભળીને વધુ સારી સેવાઓ માટેના સૂચનો પણ આવકાર્યા હતા. તેમણે તમામ સંસાધનોની પૂર્તતા પણ સુનિશ્ચિત કરી હતી. દર્દીઓ અને સ્ટાફ સાથેની રૂબરૂ મુલાકાત વેળાએ તમામના પરિવારજનોની સુવિધા પણ સચવાય એ માટે હોસ્પિટલ તંત્રએ લીધેલા તમામ પગલા  અને હૉસ્પિટલની સંવેદનશીલતાને પણ તેમણે બિરદાવી હતી.