દુબઈ બિઝનેસ એક્સપો હેઠળ ભારત સરકાર 500 કરોડ તથા રાજ્ય સરકાર 10 કરોડનો કરશે ખર્ચ.
ગુજરાત બિઝનેસને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જે આ વર્ષ કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થતા હવે દુબઈ બિઝનેસ એક્સપો 2021 યોજવા જઈ રહ્યો છે. આ દુબઈ બિઝનેસ એક્સપો ફુલ 173 દિવસનો યોજાશે. જો કે ગયા વર્ષે સમગ્ર દેશ સહીત આખી દુનિયામાં કોરોના મહામારીને કારણે આ બિઝનેસ એક્સપો ને રદ કરવામાં આવ્યો હતો, જે આ વર્ષે એકવર્ષ લેટ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે હવે આ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જે આ વર્ષે દુબઈ બિઝનેસ એક્સપો 173 દિવસના બિઝનેસ એક્સપોના ઇન્ડિયા પેવેલિયનમાં ગુજરાત પણ સામેલ થશે.
જો કે આ દુબઈનો બિઝનેસ એક્સપો 2021 આ વર્ષે 1લી ઓક્ટોબર 2021થી 31 માર્ચ 2022 સુધી યોજવાનો છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ ભાગ લેશે. ત્યારે આ દુબઈ બિઝનેસ એક્સપો હેઠળ ભારત સરકાર 500 કરોડ તથા રાજ્ય સરકાર 10 કરોડનો ખર્ચ કરશે જેવું માહિતી પરથી જાણવા મળી રહ્યું છે. આ દુબઈ બિઝનેસ એક્સપો 2021 માં કુલ 190 દેશો ભાગ લેશે. ત્યારે આ મામલે રાજ્યના ઉદ્યોગ અને ખાણ, ઈન્ડેક્સ-બી સહિતના વિભાગો એ રાજ્યના ડેલીગેશન માટે પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એક્સ્પોમાં ઇન્ડિયા પેવેલિયનમાં મીની ઇન્ડિયાની ઝલક જોવા મળશે. તેમાં અવકાશ, યોગ અને નવા / આધુનિક ભારતની સંભાવનાઓ વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે.
190 થી વધુ દેશો એક્સ્પોમાં ભાગ લેશે
ભારત સહિત વિશ્વના 190 થી વધુ દેશો આ કાર્યક્રમમાં ભાગ લેશે. આયોજકોને આશા છે કે લગભગ 2.5 કરોડ લોકો તેને જોવા માટે આવી શકે છે. ખાસ વાત એ છે કે એક્સ્પોમાં સામેલ દરેક દેશ ઇવેન્ટમાં આવતા લોકોને તેમના વેપાર, સંસ્કૃતિ, ઇતિહાસ અને પ્રવાસન અને અન્ય સુવિધાઓથી પરિચિત કરશે.
એક્સ્પોનો ઇતિહાસ 170 વર્ષ જૂનો છે. પ્રથમ વખત આ એક્સ્પો લંડનના આઇકોનિક ક્રિસ્ટલ પેલેસમાં યોજાયો હતો. જેને 'ધ ગ્રેટ એક્ઝિબિશન' નામ આપવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે અગાઉ આ કાર્યક્રમ 2020 માં જ યોજાવાનો હતો, પરંતુ કોરોના મહામારીના કારણે તેને એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યો હતો.
દુબઈ એક્સ્પો 438 હેક્ટરમાં યોજાશે
આ એક્સ્પો સંયુક્ત આરબ અમીરાત (UAE) ના દુબઈ શહેરમાં દુબઈ પ્રદર્શન કેન્દ્ર ખાતે યોજાશે. જેનો વિસ્તાર 438 હેક્ટરમાં ફેલાયેલો છે. અગાઉ 2015 માં, એક્સ્પોનું યજમાન ઇટાલી હતું અને તે મિલાન શહેરમાં યોજાયું હતું. જાપાન 2025 માં તેનું આયોજન કરશે.