અકસ્માતમાં લોહી વહેતું અટકાવી લાખો લોકોના જીવ બચાવી શકાશે.
ફાઇબ્રીનોજન એક પ્રોટિન છે જે લોહીને જમાવવાનું કાર્ય કરે છે. દર વર્ષે અકસ્માતમાં લાખો લોકોના મોત થાય છે તેનું સૌથી મોટું કારણ રકતસ્ત્રાવ હોય છે આવા સમયે મોનાશ યૂનિવર્સિટીના એન્જીનિયરોએ એક ફાઇબ્રીનોજન ના પ્રમાણને જાણી શકે તેવા એક સસ્તા અને ઝડપી ઉપકરણની શોધ કરી છે.
આના આધારે રકતસ્ત્રાવથી થતા મુત્યુથી બચવા સહાયક બની શકે છે એટલું જ નહી ફાઇબ્રીનોજનના રિપોર્ટના જ આધારે તાત્કાલિક સારવાર પણ થઇ શકે છે. આ એક એવી તપાસ છે જેના દ્વારા દર વર્ષે ૨૦ લાખ લોકોના જીવ બચાવી શકાય છે. શોધકર્તાએ એક ગ્લાસ, સ્લાઇડ, ટેફલોન ફિલ્મ અને કાગળના ટુકડાનો ફાઇબ્રીનોજનની તપાસ માટે ઉપયોગ કર્યો હતો. જેમાં માત્ર ૪ મીનિટમાં જ ફાઇબ્રીનોજન પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે.
ફાઇબ્રીનોજન આ લોહીમાં જોવા મળતું એક પ્રકારનું પ્રોટિન છે જેનું કામ લોહીને જમાવવાનું છે.શરીરમાં ઇજ્જા થયા પછી કુદરતી રીતે લોહી જામે છે તેના માટે આ ફાઇબ્રીનોજન જવાબદાર છે. આથી જ તો ગંભીર ઇજ્જા થાય પછી રકતસ્ત્રાવ થાય તે ધીમે ધીમે બંધ થવા લાગે છે ઘણી વાર રકતમાં ફાઇબ્રીનોજનનું પ્રમાણ સારુ ના હોય તેવા કિસ્સામાં લોહી વહી જવાથી માણસનું મોત નિપજે છે.
રોડ અકસ્માત અને અન્ય પ્રકારની દુર્ધટનામાં દર્દીને હોસ્પીટલમાં સારવાર મળે તે પહેલા જ અવસાન થાય છે. સામાન્ય રીતે વધુ લોહી વહી ગયું હોય તેવા કિસ્સામાં ઇમરજન્સી સારવારમાં લઇ જવામાં આવે છે. સારવાર શરુ થાય તે પહેલા વિવિધ પ્રકારના ટેસ્ટ કરવામાં આવતા હોય છે જેમાં કયારેક ખૂબ સમય બગડતો હોય છે અને પૂરતી સારવાર મળી શકતી નથી.
આ પ્રકારના ટેસ્ટમાં ખાસ પ્રકારના ટેકનીકલ માણસોની પણ જરુર પડતી હોય છે પરંતુ નવા વિકસીત ફાઇબ્રીનોજન ટેસ્ટસ સરળ છે અને અંતરિયાળ વિસ્તારોમાં જતી એમ્બ્યૂલન્સમાં પણ રાખી શકાય છે. ફાઇબ્રીનોજન ના પ્રમાણને જાણીને ઇમરજ્ન્સીની સ્થિતિમાં જીવન રક્ષક દવાઓ અને સારવારમાં ઝડપ કરી શકાય છે.
જયારે એક માણસમાં વધુ પ્રમાણમાં લોહી વહી જાય છે ત્યારે ફાઇબ્રીનોજનનું પ્રમાણ પણ ઓછુ થઇ જાય છે. આથી ફાઇબીનોજનનું ઇન્જેકશન આપીને પણ લોહીને વહેતું અટકાવી શકાય છે પરંતુ કેટલા પ્રમાણમાં આપવું તે પણ ધ્યાનમાં રાખવું પડે છે. રકતસ્ત્રાવ દરમિયાન હાઇપોફિનોજનમિયાની તપાસ કરવામાં જ છે પરંતુ અકસ્માત વખતે એક એક ક્ષણ કિમતી હોય છે તેવા સંજોગોમાં નવી સંશોધન રીત સૌથી સરળ,સચોટ અને ઝડપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.