ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકાનો ઇતિહાસ...જાણો.
દ્વારકા એક પૌરાણિક શહેર છે, તે ભારતના પશ્ચિમકાંઠે અરબી સમુદ્રના કાંઠે ગુજરાત (જિલ્લા જામનગર) માં આવેલું છે, જીયા ભગવાન શ્રીકૃષ્ણનો વાસ હતો. દ્વારિકા નામ સંસ્કૃત શબ્દ 'દ્વારા' પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ દરવાજો છે.
તે ભારતના સાત પ્રાચીન શહેરોમાંનું એક છે દ્વારકા. જીયા પ્રખ્યાત ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર દ્વારકાધીશ મંદિર આવેલ છે. ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકામાં પોતાનું રાજ્ય સ્થાપિત કરિયું હતું. તેથી હિન્દુઓ માટે દ્વારિકા એક સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે. શ્રી કૃષ્ણના શાસન સ્થળ ઉપરાંત દ્વારિકા તે સ્થાન છે જ્યાં ભગવાન વિષ્ણુએ શંખસુરા નામના રાક્ષસનો વધ કર્યો હતો.
આ ઐતિહાસિક ઘટના ઉપરાંત, પુરાણ (હિન્દુઓનું એક પવિત્ર ગ્રંથ) જાણાવીયા એનુંસાર દ્વારકાના પવિત્ર સ્થળે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ તિયાં આવેલું છે. એક લોકપ્રિય માન્યતા એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વીની બહાર ગયા પછી અરબી સમુદ્રમાં દ્વારકા છ વખત ડૂબી ગયું હતું અને વર્તમાન દ્વારકા એ 7મુ શહેર છે જે જૂના દ્વારકાની નજીક ફરીથી સ્થાપિત થયું હતું.
ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા શહેરમાં રહેતા લોકોની ભલાઈ માટે મથુરાનું યુદ્ધ છોડી દીધું હતું. તેથી તેમનું નામ 'રણછોડરાય' પડીયું હતું. તેમને મથુરા છોડીયું અને દ્વારિકા શહેરની સ્થાપના કરી.
જ્યારે મથુરામાં યુદ્ધ શરૂ થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ મામા કંસને મારી નાખ્યો હતો, પરંતુ કંસ ના મરીયા પછી કંસના પિતા મથુરાના(રાજા ઉગ્રસેન) રાજા બનિયા. કંસના સસરા દ્વારા આ કંસનું મૃતિયું સહન ન થઇયું અને તેમને મથુરા પર 17 વાર હુમલો કર્યો હતો. લોકોને નુકસાન ન પહોંચાડવા અને તેમની સલામતી સુનિશ્ચિત કરવા ભગવાન શ્રી કૃષ્ણ એ યાદવો ને લઈ દ્વારિકા આવી ગયા.
ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું તેમ, ભગવાન વિશ્વકર્મા એક ખગોળશાસ્ત્રના આર્કિટેક્ટ હતા, તેમણે સમુદ્રમાંથી એક ટુકડો ફરીથી મેળવ્યો અને ગોમતી નદીના કાંઠે શહેર બનાવ્યું. તે સમયે દ્વારકા એ સ્વર્ણ દ્વારકા એટલે કે (સંપત્તિ અને સમૃદ્ધિ નો સુવર્ણ દરવાજા) તરીકે ઓળખાતું હતું.
દ્વારાવતી અને કુશસ્થલી એ છ વિકસિત વિસ્તારોમાં શામેલ હતા જીયા ઘણી જાહેર સુવિધાઓ રસ્તાઓ, રહેણાંક અને વ્યવસાયિક વિસ્તારો, મહેલો હતા
સુધાર્મિક સભા તરીકે ઓળખાતા વિશાળ સભાખંડમાં જાહેર સભાઓ યોજાઇ, એક સારા બંદરની ઓળખને કારણે આ શહેર એક સારો વેપાર કેન્દ્ર હતું અને શહેરમાં સોના, ચાંદી અને રત્નવાળા 700,000 મહેલો હતા. આ ઉપરાંત શહેરમાં આકર્ષક વનસ્પતિ ઉદ્યાનો અને તળાવોનો પણ સમાવેશ થાય છે.
દ્વારકાધીશ મંદિર કે જે જગત મંદિર ના નામે પણ જાણીતું છે, એ ગુજરાતના દ્વારકા ખાતે આવેલું ભગવાન કૃષ્ણને સમર્પિત હિંદુ મંદિર છે. ચાલુક્ય શૈલીમાં બનેલા આ 5 સ્તરના આ મંદિર 72 સ્તંભો ધરાવે છે. તેને નિજ મંદિર પણ કહેવાય છે. પુરાતત્વિય સંશોધનો આ મંદિર લગભગ બે હજાર વર્ષ જુનું હોવાનું સુચવે છે, આ મંદિરનું વિસ્તરણ પંદરમી કે સોળમી સદીમાં થયું હોવાનું મનાય છે.
માન્યતાઓ મુજબ, મુળ મંદિર ભગવાન કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા ભગવાન કૃષ્ણના મહેલ હરિ ગૃહ ની જગ્યાએ બનાવાયું હતું.આ મંદિર હિંદુઓના પવિત્ર ચાર ધામોમાંનું એક છે.