સિંધાલૂ મીઠું ખાવાથી બ્લડ પ્રેશર અને મેટાબોલિઝમ યોગ્ય રહે છે...
વૈદ્ય મિશ્રા જણાવે છે કે, સિંધાલૂણ મીઠુંનો સ્વાદ ખારો હોય છે પરંતુ ભોજન કર્યા બાદ તે શરીરમાં મધુર રસમાં બદલાઇ જાય છે. તેના આ ગુણના કારણે આ મીઠું અન્ય મીઠાથી સારું માનવામાં આવે છે. તેમાં તીખાસ અન્ય મીઠાથી ઓછી હોય છે. જેનાથી ભૂખ વધે છે અને ભોજન પણ સરળતાથી પચી જાય છે. આ મીઠાના ઉપયોગથી બ્લજ પ્રેશર અને પેટને લગતી પરેશાની થતી નથી. આ મીઠું હ્રદય રોગમાં રાહત આપનાર માનવામાં આવે છે.
ડાઇઝેશનમાં સુધારઃ-
તેના સેવનથી મેટાબોલિઝમનું લેવલ યોગ્ય જળવાયેલું રહે છે. તે શરીરમાં પાણીની યોગ્ય માત્રાને પણ જાળવી રાખે છે. તેનાથી બોડી હાઇડ્રેટ રહે છે, સાથે જ ડાઇઝેશન પણ યોગ્ય રહે છે. ભોજનમાં તેને સામેલ કરવાથી બ્લડ સર્કુલેશન પણ યોગ્ય રહે છે.
પોષક તત્વોથી ભરપૂરઃ-
આ મીઠામાં લગભગ 84 પોષત તત્વ હોય છે. તેમાં મેગ્નીશિયમ, કેલ્શિયમ વધારે માત્રામાં મળી આવે છે. તે તમારા હાડકા સાથે-સાથે શરીરના અનેક અંગો માટે પણ લાભદાયક રહે છે. શરીરના પોષક તત્વોની જરૂરિયાત હોય તો આ મીઠાનું સેવન કરવું જોઇએ.
તણાવ દૂર કરવામાં મદદગારઃ-
આ બોડી અને દિમાગને રિલેક્સ કરે છે. જેથી તણાવ, ચિંતા જેવી સમસ્યાઓ દૂર રહે છે. તેની એક ચૂટકી માત્રાથી ડાઇઝેશન યોગ્ય રહે છે. લોહીને લગતાં રોગ જેમાં મીઠું ખાવાની મનાઇ હોય છે તેમાં પણ સિંધાલૂણ મીઠુંનો ઉપયોગ કરી શકાય છે.