બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ખાદ્ય તેલ હવે થશે સસ્તું! સરકારે ભર્યું મોટું પગલું, આયાત ડ્યૂટીમાં મોટો કાપ

Edible Oil Prices: સામાન્ય લોકોને મોંઘા ખાદ્યતેલથી રાહત મળવા જઈ રહી છે. સરકારે સોયા તેલ અને સૂર્યમુખી તેલ પરની આયાત જકાત 15% થી ઘટાડીને 7.5% કરી છે. અગાઉ સરકારે ક્રૂડ પામ ઓઇલ પરની આયાત ડ્યૂટીમાં પણ ઘટાડો કર્યો હતો. હવે જો જોવામાં આવે તો, તમામ ટેક્સનો સમાવેશ કરીને ઇફેક્ટ ડ્યુટી કપાત ઘટાડીને 8.25% કરવામાં આવી છે. કુલ ડ્યુટી 38.50 ટકાથી ઘટીને 30.25 ટકા થઈ છે. એગ્રી સેસ અને સોશિયલ વેલ્ફેર સેસ પણ કુલ ડ્યુટીમાં સમાવિષ્ટ છે.

સામાન્ય માણસને મળશે સીધો લાભ

આયાત ડ્યૂટીમાં ઘટાડાનો સીધો લાભ સામાન્ય લોકોના કિચન બજેટ પર થશે, જોકે આયાત ડ્યુટીમાં આ ઘટાડો માત્ર 30 સપ્ટેમ્બર સુધીનો છે. હાલમાં, સરકાર વાર્ષિક 15 મિલિયન ટન ખાદ્ય તેલની આયાત કરે છે, જેની કિંમત લગભગ 70,000 કરોડ રૂપિયા છે. જ્યારે દેશનો વાર્ષિક વપરાશ 25 મિલિયન ટન ખાદ્યતેલનો છે. મલેશિયા અને ઇન્ડોનેશિયા બંનેમાંથી ભારતમાં પામતેલની આયાત થાય છે. ભારતે ગયા વર્ષે મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી 7.2 મિલિયન ટન પામતેલની આયાત કરી હતી. કુલ આયાતમાં પામતેલનો હિસ્સો લગભગ 55 ટકા છે. બ્રાઝિલ અને આર્જેન્ટિનામાંથી 34 લાખ ટન સોયા તેલ આયાત કરવામાં આવ્યું હતું અને રશિયા અને યુક્રેનથી 2.5 મિલિયન ટન સૂર્યમુખી તેલ આયાત કરવામાં આવ્યું હતું.

કેબિનેટમાં કરવામાં આવી હતી મોટી જાહેરાત

આ પહેલા મોદી સરકારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં પામ ઓઇલ મિશનની યોજનાને મંજૂરી આપી હતી. ખાદ્ય તેલોની ઉપલબ્ધતા વધારવા માટે સરકારે 11,040 કરોડ રૂપિયાના પામ ઓઇલ મિશન (National Edible Oil Mission-Oil Palm- NMEO-OP) ની જાહેરાત કરી. ખાદ્ય તેલોની બાબતમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે. સરકારનું આ મિશન પામતેલની આયાત પર નિર્ભરતા ઘટાડશે અને ખેડૂતોની આવક વધારવાનો માર્ગ પણ મોકળો કરશે. સાથે જ તેલ ઉદ્યોગને પણ ફાયદો થશે.

ખેડૂતો માટે મોટો નિર્ણય

કેબિનેટની બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો બજારમાં વધઘટ થાય અને ખેડૂતના પાકના ભાવ ઘટે તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને DBT મારફતે તફાવતની રકમ ચૂકવવામાં આવશે. જે રકમ અગાઉ કૃષિ સામગ્રીમાં આપવામાં આવી હતી તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. લોકોને પૂર્વોત્તર ક્ષેત્રમાં ઉદ્યોગો સ્થાપવા સક્ષમ બનાવવા માટે, ઉદ્યોગને 5 કરોડ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.