બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

તહેવારો લોક, ચૂંટણી અનલોક:કોરોના ભલે ફેલાય પણ વોટ મળવા જોઈએ, નવરાત્રિ ભલે ન થાય પણ ચૂંટણી પ્રચાર થશે; ચૂંટણીનાં રાજ્યોમાં રેલીને મુક્તિ, ગમે તેટલી ભીડ ભેગી કરી શકાશે.

ગૃહ મંત્રાલયની તાત્કાલિક અસરથી મંજૂરી, સરકારને ગરબા કરાવવામાં વાંધો છે, પણ પોતાના સ્વાર્થને લઈને કોઈ અવરોધ આવતો હોય એવું લાગતું નથી!

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તાત્કાલિક અસરથી ચૂંટણીવાળાં રાજ્યોમાં ગમે એટલી ભીડ ભેગી કરવાને મંજૂરી આપતાં જાણે કોરોના ફેલાવાનો તખતો ઘડાઈ ગયો હોય એમ લાગે છે. એકબાજુ નવરાત્રી દરમિયાન ગરબાને મંજૂરી આપવામાં સરકાર આઘીપાછી થઈ રહી છે તો બીજીબાજુ પોતાના સ્વાર્થ માટે મત મેળવવા ચૂંટણીસભાને મંજૂરી આપી દીધી છે.

દેશમાં અનલૉક-5 અંગે 30 જૂને જારી કરાયેલી ગાઈડલાઈન્સમાં કેન્દ્રે ગુરુવારે બિહાર વિધાનસભા ચૂંટણી અને 11 અન્ય રાજ્યોમાં પેટાચૂંટણીને ધ્યાનમાં રાખી ફેરફાર કર્યા છે. ગૃહ મંત્રાલયે આ રાજ્યોમાં તાત્કાલિક અસરથી રાજકીય રેલીઓ કરવાની મંજૂરી આપી દીધી છે, એટલે કે ચૂંટણી અને પેટાચૂંટણીવાળાં રાજ્યોમાં નેતાઓ ખુલ્લાં મેદાનોમાં ગમે તેટલી ભીડ એકઠી કરી શકશે. અત્યારસુધી ભીડ એકઠી કરવા પર 15 ઓક્ટોબર સુધી પ્રતિબંધ હતો.

ગૃહ મંત્રાલેય મોડી રાત્રે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું છે કે આ દરમિયાન કોવિડ-19ના નિયમોનું પાલન કરવાનું રહેશે. ખુલ્લા મેદાનમાં જ્યારે સભા કરવામાં આવે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને લોકોને ભેગા કરી શકાશે. આ ઉપરાંત કાર્યક્રમ યોજનારે આખા કાર્યક્રમની વિડિયોગ્રાફી પણ કરવાની રહેશે અને 48 કલાકમાં એ જિલ્લા વહીવટીતંત્રને સુપરત કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે બિહાર તથા વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણી હોવાથી પ્રચારનું કાર્ય હવે પુરજોશમાં શરૂ થવામાં છે.

                   કઈ શરતો પાળવાની રહેશે

  • બંધ રૂમમાં હોલની ક્ષમતાના 50 ટકા લોકો જ રહી શકશે. આ સંખ્યા 200થી વધુ ન હોવી જોઈએ.
  • બધાએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે અને બે હાથનું શારીરિક અંતર જાળવવું પડશે. બધાનું થર્મલ સ્ક્રીનિંગ કરાશે. હેન્ડવૉશ અને સેનિટાઈઝર ફરજિયાત છે.
  • ખુલ્લા મેદાનના આકાર મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને લોકોને એકઠા કરી શકાશે.
  • આયોજકોએ કાર્યક્રમની ફરજિયાત વિડિયોગ્રાફી કરવાની રહેશે, જેનું રેકોર્ડિંગ 48 કલાકમાં જિલ્લા તંત્રને સોંપવાનું રહેશે.
  • આ રાજ્યોમાં પેટાચૂંટણી: તેલંગાણા, મ.પ્ર., ઉ.પ્ર., ગુજરાત, કર્ણાટક, હરિયાણા, ઝારખંડ, છત્તીસગઢ, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા.