રાજ્યસભાની
ચૂંટણીને ધ્યાનમાં લઈને ગુજરાતમાં રાજકીય ચર્ચાઓ જોર પકડી રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ ના એંધાણ
દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠકો માટે ભાજપ દ્વારા ૩ ઉમેદવારો ઉભા
રાખવામાં આવતા ગુજરાતમાં રાજકીય હડકંપ મચી જવા પામ્યો છે. ભાજપ દ્વારા ત્રણેય
ઉમેદવારોને જીતાડવા એડી-ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના
અનેક ધારાસભ્યો કોંગ્રેસથી સંપર્ક વિહોણા બન્યા છે.
ગુજરાતના
રાજકારણમાં ઉથલપાથલ ની મહત્વની વાતો:
- કોંગ્રેસના ૪ ધારાસભ્યોએ રાજીનામુ આપ્યાની ચર્ચા.
- લીંબડીના
ધારાસભ્ય સોમા પટેલે રાજીનામુ આપ્યું હોવાની
ચર્ચા.
- ધારીના
ધારાસભ્ય જે.વી
કાકડિયાએ પણ રાજીનામુ આપ્યું હોવાની ચર્ચા.0
- ધારાસભ્યોએ
રાજીનામુ આપ્યું હોવાની ચર્ચાને વીરજી ઠુમરે દુઃખદ ગણાવી
- BJP ખરીદ વેચાણ કરીને લોકોની મશ્કરી ન કરે: લલિત કગથરા
- કરજણ
કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે પણ પોતાની શરતો સાથે ભાજપમાં જોડાવાની તૈયારી
બતાવી
- કચ્છના
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાય તેવી શક્યતા
- અબડાસાના
પ્રશ્નોનો નિકાલ થાય તો ભાજપ સાથે બેઠક કરવા તૈયારી બતાવી
- ડાંગના
કોંગ્રેસના ધારાસભ્ય મંગલ ગામીત પણ સંપર્ક વિહોણા બન્યા
- બહુચરાજીના
કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોર નો મોબાઈલ સ્વીટ્ચ ઓફ આવતા અનેક તર્ક વિતર્ક
સર્જાયા છે, આજે બપોરે ભરતજી રાજસ્થાન પહોંચવાના હતા..
- ગઈ
કાલે જ કોંગ્રેસના ૧૪ ધારાસભ્યો જયપુર ગયા હતા આજે અન્ય ધારાસભ્યો પણ જશે જયપુર..