બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

દેશમાં 11 રાજ્યોમાં વિધાનસભાની 56 બેઠકો પર 3 નવેમ્બરે ચૂંટણી.

ચૂંટણી પંચે ગુજરાત સહિતના રાજ્યોમાં વિધાનસભાની 56 બેઠકોની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે.આ બેઠકો પર 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આ 56 બેઠકોમાં ગુજરાતની 8 બેઠકનો સમાવેશ થાય છે.ગુજરાતની અબડાસા, લિમડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકો પર 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે.

જોકે ચૂંટણી પંચે આસામ, તામિલાનાડુ, કેરાલા અને પશ્ચિમ બંગાળની સાત બેઠકો માટે હાલમાં પેટા ચૂંટણી કરાવવાની ના પાડીદીધી છે.આ રાજ્યોમાંથી ચૂંટણી પંચને એવા ઈનપુટ મળ્યા છે કે, અહીંયા ચૂંટણી કરાવવી મુશ્કેલ છે.આ બેઠકો પર બાદમાં નિર્ણય લેવામાં આવશે.આ માટે જે તે રાજ્ય સરકાર સાથે વાત કરવામાં આવશે.

11 રાજ્યોમાં થનારી પેટા ચૂંટણીમાં સૌથી વધારે 27 બેઠકો મધ્યપ્રદેશમાં છે અને બીજા ક્રમે ગુજરાતની આઠ બેઠકો છે.આમ તારીખો જાહેર થતા જ ગુજરાતના રાજકારણમાં ચૂંટણીનો ગરમાવો આગામી દિવસોમાં જોવા મળશે.