કચરાપેટીને દોડતી કરી બનાવ્યો અનોખો રેકોર્ડ... જાણો કોણ છે
બ્રિટનના એન્ડી જેનિંગ્સ નામના એન્જિનિયરે પોતાના ટેકિનકલ માઇન્ડને કામે લગાડીને એક કચરાપેટીને દોડતી કરી દીધી. આ કચરા પેટીને દોડતી કરી બનાવ્યો ગિનિસ બુક રેકોર્ડ઼. આ કચરા પેટી જેવી તેવી કચરા પેટી નથી પણ એવી કે એની ટોપ સ્પીડનો રેકોર્ડ ગિનેસ બુકમાં નોંધાયો છે
ગયા રવિવારે એન્ડીએ એલ્વિન્ગ્ટન એરફીલ્ડ પર જઇને કચરાપેટીને ૬૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડાવી હતી. આ માટે પહેલાં તેણે ગાર્બેજ બિનમાં મોટરબાઇક એન્જિન, ગિયર બોકસ, સીટ અને સ્ટીયરિંગ નખાવ્યા છે.