બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જેમ્સ એન્ડરસને પ્રાપ્ત કરી મોટી સિદ્ધી, ટેસ્ટ ક્રિકેટમાં આ કારનામું કરનાર પ્રથમ ઝડપી બોલર બન્યા

લોડર્સમાં ઐતિહાસિક મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસને એક મોટી સિદ્ધી પ્રાપ્ત કરી લીધી છે. વાસ્તવમાં, જેમ્સ એન્ડરસન હવે ટેસ્ટ ક્રિકેટમાં ૩૫૦૦૦ થી વધુ બોલ ફેંકનાર દુનિયાના પ્રથમ ઝડપી બોલર બની ગયા છે.

જેમ્સ એન્ડરસન ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચ દરમિયાન આ સિદ્ધી પર પહોંચી ગયા છે. જેમ્સ એન્ડરસન પહેલા ત્રણ સ્પિનર્સ આ કારનામું કરી ચુક્યા છે. તેનો અર્થ છે કે, ઓવરઓલ જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં ૩૫,૦૦૦ થી વધુ બોલ કરનાર દુનિયાના પ્રથમ ઝડપી બોલર અને કુલ ચોથા બોલર છે. 

આ યાદીમાં શ્રિલંકાના મુથૈયા મુરલીધરન (44,039 બોલ), ભારતના અનિલ કુંબલે (40,850) અને ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન (40,705) પણ સામેલ છે. જ્યારે ઝડપી બોલરોમાં તેમના બાદ વેસ્ટ ઇન્ડીઝના કર્ટની વોલ્શ (30,019 બોલ), ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ (29,863) અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રા (29,248) નો નંબર આવે છે.

૨૨ મે ૨૦૦૩ ના લોર્ડ્સના મેદાન પર ઝિમ્બાબ્વે સામે ડેબ્યુ કરનાર જેમ્સ એન્ડરસને પોતાની પ્રથમ ટેસ્ટની પ્રથમ જ ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. ત્યાર બાદ સતત ટેસ્ટ ક્રિકેટમાં તેમનો બોલબાલા રહ્યો છે. ટેસ્ટમાં ઝડપી બોલર તરીકે દુનિયાના સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. 

પોતાની ૧૬૪ મી ટેસ્ટ મેચ રમનાર જેમ્સ એન્ડરસને અત્યાર સુધી ૬૨૧ વિકેટ લીધી છે અને તે સર્વાધિક વિકેટ લેનાર બોલરોમાં મુરલીધરન (૮૦૦) અને શેન વોર્ન (૭૦૮) બાદ ત્રીજા નંબર પર છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

મુથૈયા મુરલીધરન- 800 વિકેટ (શ્રીલંકા)

શેન વોર્ન - 708 વિકેટ (ઓસ્ટ્રેલિયા)

જેમ્સ એન્ડરસન - 621 વિકેટ (ઇંગ્લેન્ડ)

અનિલ કુંબલે -  619 વિકેટ (ભારત)