ત્રીજી ટેસ્ટ પહેલા ઇંગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો, લીડ્સ ટેસ્ટ મેચથી બહાર થયો આ સ્ટાર ખેલાડી
ઇંગ્લેન્ડને ભારત સામે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઝડપી બોલર માર્ક વુડ મેચથી બહાર થઈ ગયા છે. જમણા હાથના ખભામાં ઈજાના કારણે માર્ક વુડ બહાર થયા છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ વાતની પુષ્ટી કરી છે. માર્ક વુડ લીડ્સમાં બાકી ટીમના સાથે રહેશે અને રિહેબિલિટેશનથી ગુજરશે. લીડ્સ ટેસ્ટના પુરા થવા પર તેમની ઇજાનું મૂલ્યાંકન કરવામાં આવશે. લોર્ડ્સમાં બીજી ટેસ્ટમાં પાંચ વિકેટ લેનાર માર્ક વુડને ઈજા ત્યારે થઈ જ્યારે તેમને ભારતની ઇનિંગની ૭૪ મી ઓવરમાં ઋષભ પંતના ચોગ્ગાને રોકવા માટે ડાઈવ મારી હતી.
ફીજિયોના આવ્યા બાદ માર્ક વુડ ચોથા દિવસે મેદાનથઈ બહાર ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ ભારતીય ઇનિંગ દરમિયાન પાંચમાં દિવસ માટે બોલિંગ માટે આવ્યા પરંતુ માત્ર ૪ ઓવરનો એક નાનો સ્પેલ કરી શક્યા હતા. ત્યાંથી બધા નજર તેમના ઉપર હતી કે, તેમની ઈજાને લઈને શું અપડેટ આવશે.
ઇંગ્લેન્ડની ટીમ આ સીરીઝમાં ઈજાથી હેરાન રહી છે. જોફ્રા આર્ચર સંપૂર્ણ વર્ષ માટે બહાર છે. ત્યાર બાદ સ્ટુઅર્ટ બ્રોડ પણ ઈજાના કારણે બહાર થઈ ગયા અને હવે માર્ક વુડને પણ ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ક્રીસ વોક્સ પણ ઈજાના કારણે બહાર છે. માર્ક વુડના બહાર થવા પર ઇંગ્લેન્ડની પ્લેઇંગ વિશેમાં થોડા અનુમાન લગાવી શકાય છે. શાકિબ મહમૂદ રમતા જોવા મળી શકે છે. છેલ્લી મેચમાં પણ તે ટીમમાં હતા પરંતુ અંતિમ ઇલેવનમાં સામેલ થયા નહોતા.
સ્ટુઅર્ટ બોર્ડ પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા બાદ ઈજાગ્રસ્ત થઈ જતા બહાર થઈ ગયા હતા. તે સમયે જેમ્સ એન્ડરસન પણ ફિટનેસથી સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. અટકળો લગાવવામાં આવી રહી હતી. જેમ્સ એન્ડરસન પણ લોર્ડ્સ ટેસ્ટ મેચથી બહાર થશે પરંતુ એવું થયું નહોતું અને તે અંતિમ ઇલેવનમાં આવ્યા બાદ શાનદાર બોલિંગ કરવામાં સફળ રહ્યા હતા.
પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં ભારતીય ટીમે આક્રમક રમત દેખાડી લોર્ડ્સ ટેસ્ટ જીતી સીરીઝમાં ૧-૦ ની લીડ પ્રાપ્ત કરી લીધી છે.