EPF Interest: હજુ સુધી નથી મળ્યું EPF પર વ્યાજની રકમ, EPFO એ જણાવ્યું કે ક્યાં સુધીમાં મળશે
EPF Interest: દેશમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના કરોડો સબ્સ્ક્રાઇબર્સ તેમના EPF ખાતામાં દર નાણાંકીય વર્ષે વ્યાજ નાણાં (EPF Interest Rate Credit) મળવાની રાહ જોઈ રહ્યા છે. કોવિડ -19 ને કારણે, સબ્સ્ક્રાઇબર્સને તેમના વ્યાજના પૈસા મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે. જો કે, EPFO એ સારા સમાચાર આપ્યા હતા કે પાત્ર EPF ખાતાધારકોને જુલાઈના અંત સુધીમાં તેમના પૈસા મળી જશે, પરંતુ હવે આ સારા સમાચાર જુલાઈ પછી અડધો ઓગસ્ટ પણ પસાર થવાનો છે અને EPF વ્યાજ દર હજુ સુધી જમા થયું નથી.
આ અંગે લોકો EPFO ના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર સવાલ ઉઠાવી રહ્યા છે કે તેમને તેમના પૈસા કેટલા સમય સુધી મળશે. આવા જ એક સવાલ પર સંસ્થાએ જવાબ આપ્યો છે. પોતાના ટ્વિટમાં તેમણે કહ્યું કે પ્રક્રિયા ચાલુ છે અને લોકોને તેમના સંપૂર્ણ નાણાં થોડા સમયમાં મળી જશે. EPFO એ કહ્યું કે, તેની પ્રક્રિયા પાઇપલાઇનમાં છે. જ્યારે પણ વ્યાજનાં નાણાં જમા કરવામાં આવશે, તેનું મૂલ્યાંકન કર્યા બાદ સમગ્ર રકમ જમા કરવામાં આવશે. વ્યાજમાં કોઈ નુકશાન થશે નહીં. શાંતિ જાળવો.'
8.5% વ્યાજ દરે આવશે નાણાં
જણાવી દઈએ કે આ સોશ્યિલ સુરક્ષા યોજનામાં નાણાકીય વર્ષ 2021-22 માટે 8.5 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે. EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની માર્ચમાં એક બેઠક હતી, ત્યારબાદ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. 2019-20માં પણ બોર્ડે વ્યાજદર 8.5 જ રાખ્યા હતા. કોરોના વાયરસના કારણે EPFO ને PF પર આપવામાં આવતા વ્યાજદરમાં મોટો કાપ મૂકવો પડ્યો હતો. 2019-20માં, વ્યાજ દર ઘટાડીને 8.5 કરવામાં આવ્યો હતો, જે તેને ઘટાડીને સાત વર્ષના સૌથી નીચા સ્તરે લાવ્યો હતો. 2018-19માં વ્યાજ દર 8.65 ટકા હતો, જ્યારે 2017-18માં તેને 8.55 ટકા રાખવામાં આવ્યો હતો.
કેવી રીતે ચકાસી શકું પૈસા આવ્યા છે કે નહીં?
EPF એકાઉન્ટ બેલેન્સ તપાસવાની ઘણી રીતો છે. સૌ પ્રથમ, તમે EPFO ની સાઈટ પર જઈને ક્રેડિટ થઈ રહેલા નાણાં વિશે માહિતી મેળવી શકો છો. આ સિવાય, ઇપીએફઓ મિસ્ડ કોલ અને SMS દ્વારા બેલેન્સ તપાસવાની સુવિધા પણ આપે છે. 7738299899 નંબર પર, તમારે 'EPFOHO UAN' એટલે કે પહેલા EPFOHO અને પછી UAN દાખલ કરવું પડશે, આ મેસેજ ;લખીને મોકલવાથી તમે બેલેન્સ જાણી શકશો. જયારે, તમે 011-22901406 નંબર પર તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી એક મિસ્ડ કોલ કરીને તમારું બેલેન્સ પણ ચકાસી શકો છો. તમારો મોબાઇલ નંબર યુનિફાઇડ પોર્ટલ પર UAN સાથે એક્ટિવેટેડ હોવો જોઈએ.