દરેક વાતના બે પુરાવા.....જાણો કયા કયા છે
આપણો મનુષ્ય સ્વભાવ એ કોઈ પણ વાત તરત જ સ્વીકારી લેવા માટે તૈયાર થતો નથી. કોઈ પણ વાત સાંભળીને આપણે પુછીશુ કે એની સાબિતી શુ? આ આપણો સામાન્ય સ્વભાવ છે.આજે આપણે જાણીશુ કે કોઈ વાતના પુરાવા કયા અને કેટલા હોય.
વાતના બે પુરાવા હોય એક પ્રત્યક્ષ કે જે આપણે જોઈ અનુભવી શકીએ છીએ , અને બીજુ શબ્દ પ્રમાણ કે જે ઘટના ભૂતકાળમાં બની ચુકી છે અને એ આપણે વાંચીએ અથવા તો સાંભળીએ છીએ. જેમકે આપણા વેદો અને શાસ્ત્રોમાંથી આપણને જાણવા મળે છે . કેટલીક બાબતો આપણે માનીએ નહી કે જે શાસ્ત્રોમાં આપણને કહેવામા આવી છે , એ બધુ આપણને મજાક લાગે છે અને પાછા આપણે એનો વિરોધ પણ કરીએ છીએ .
આપણને શિવલિંગ પર જળ અથવા દૂધનો અભિષેક કરવાનુ કહેલ છે , આ તથ્ય ને આજે મિડિયા દ્વારા જુઠુ સાબિત કરવામાં આવે છે , પણ એની પાછળ આધ્યાત્મિક ની સાથે-સાથે વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા છે જે પ્રત્યક્ષ નહી પણ શબ્દ પ્રમાણ છે . જેવી રીતે આપણને વિજ્ઞાનમા ભણાવવામાં આવે છે કે અણુમાં ન્યુટ્રોન , પ્રોટોન , ઈલેક્ટ્રોન રહેલા છે એ માની લઈએ છીએ , કે જે આપણે ક્યારેય જોયા નથી પણ વૈજ્ઞાનિક દ્વારા શોધ કરીને એ તથ્ય આપણા સુધી શબ્દ પ્રમાણ સ્વરુપે પહોંચે છે . એવી જ રીતે આપણા રુષિ-મુનિઓ પણ વૈજ્ઞાનિક જ હતા અને એમના સંશોધનો એ આપણે શાસ્ત્રો દ્વારા જાણી શકીએ છીએ .
તો એ શબ્દ પ્રમાણ પર વિશ્વાસ રાખી આપણે આપણી સનાતન અને અખંડ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીએ.