બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

બધું જ ડીજિટલ થઈ ગયું છે, તો શુ તહેવારોમાં પણ ડીજિટલતા અપનાવાય ખરી !!

આપણા મોદી સાહેબ સ્પષ્ટ વક્તાની સાથોસાથ ખરો સમય પારખતા પણ છે. તેઓએ પાણી પહેલા જ પાળ બાંધી લીધી. તેઓને અંદાજ હશે જ ! કે ભવિષ્યમાં કોરોના જેવી મહા બીમારી આવશે અને માણસ માત્ર અડવાથી પણ આ રોગનો ભોગ બનશે. તેઓને ખ્યાલ જ હતો કે વિદેશમાં તો ડિજિટલ ટેક્નોલોજીથી બધું કામ થાય જ છે. પણ અહીંયા ભારતમાં ! ‘હાથે એ જ સાથે’ ની ભાવનાથી જ લોકો કામ કરે છે તેથી સત્તા પર આવતા જ સૌ પ્રથમ તેઓએ ‘મેઈક ઈન ઇન્ડિયા’ અને ‘ડિજિટલ ઇન્ડિયા’ નામના બે ઓનલાઇન પ્લેટફોર્મથી ‘ડિજિટલ ભારત’ ની સ્થાપના કરી.પછી તો ભારતનું ઓનલાઇન ક્ષેત્ર વિકસવા જ પામ્યું. ઓનલાઇન બેન્કિંગ વધુ ઝડપી બન્યું, ઓનલાઇન ગુડ્ઝ એન્ડ સર્વિસ સિસ્ટમ (GST), હાઇ-વે ની ફાસ્ટટેગ સિસ્ટમ (FST) અને હવે તો કોરોનાને પકડવા માટે ડિજિટલ એપ તરીકે ‘આરોગ્ય સેતુ’. (SETU) ! તો હવે વિચારીએ કે આ આવતા તહેવારોમાં ડીઝીટલતા કેમ ન હોઈ શકે!


પહેલો આવે ફ્રેન્ડશીપ ડે એટલે બાર વાગ્યા પછી યુવાનીયાઓ પોતપોતાના લેપટોપ ઉપર કેક પાથરીને ફ્રેન્ડશીપ ડે ઉજવશે અને બીજે દિવસે એટલે કે એજ દિવસે સોશ્યિલ ડિસ્ટન્સીગ પણ રહે અને આખો ચહેરો ઢંકાય જાય એવા મજબૂત માસ્ક સાથે હાથ મિલાવવાનો આનંદ પણ સહેજ અચકાતા માંણશે! પણ હવે રક્ષાબંધન અને જન્માષ્ટમીનું શું? આ બે તહેવારો તો સોશ્યિલ ડિસ્ટન્સીગ વગર શક્ય જ નથી ! તો શું? આ આખું વરસ કોરોનાકાળમાં એમને એમ જ જતું કરવાનું? મિશન ‘ભારત' અંતર્ગત જે લોકો ઘેર આવી ગયા તેઓ માટે તો ઠીક! પણ કેટલાક અભ્યાસવાત્છુકો અત્યારે પણ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એનું શું ? તેઓને તો અત્યારે ઘેર જાય તો કોરોના ભરખવાની બીક ! અને હોસ્ટેલમાં રહે તો આવા સ્નેહી અવસરને ગુમાવવાની બીક! કરે તો કરે શું? પણ ભગવાને આપેલું એક એવું વરદાન જે માનવો થકી આપણને મળ્યું છે એવા ડિજિટલ પ્લેટફોર્મ વડે આ તહેવારો શક્ય છે.


આજકાલ ઈ-રાખી એક ફેશનના રૂપમાં ઉજવવામાં આવે છે. જેમાં રાખડી, કુમકુમ, દીવો, શ્રીફળ બધું જ ઓનલાઈન હોય છે. માત્ર આપણે કોમ્પ્યુટર કે લેપટોપની સામે બેસવાનું હોય છે. અને સામેની બાજુથી બહેન પોતાના ભાઈને રાખડી બાંધવાની વિધિ ડિજિટલ રૂપમાં જ પુરી કરે છે. આ આખા કોન્સેપ્ટ ને ઈ-રાખીનું ડીઝીટલ રૂપ આપવામાં આવ્યું છે તેમજ તે દિવસે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલાવવાનો પણ રિવાજ હોય છે એ પણ ડિજિટલ સ્વરૂપે! કેવી રીતે ? સોશિયલ મીડિયામાં એક ગ્રુપ બનાવી લો અને પછી ડીજિટલ ભગવાનને સાક્ષીમાં રાખી ઘરમાં જ કોમ્પ્યુટર કે પોતાના મોબાઇલ ની સામે વિડીયો કૉલિંગથી એકબીજા જનોઈ બદલાવો. અને બ્રાહ્મણ વિધિ માટે એ આધુનિક ઉપકરણમાં સ્લોકો સેટ કરી દો. થઈ ગઈ સંપૂર્ણ વિધિ પુરી.


હવે એક વિચાર એવો આવે કે આ વખતે મેળો તો થવાનો નથી અને હરવા-ફરવાના સ્થળોએ પણ પ્રતિબંધ છે તો મટકીફોડ, કાન્હા જુલા દર્શન વગેરે થશે કે નહીં ! તો તેનો જવાબ છે હાં થશે. પરંતુ ઓફલાઈન નહીં પરંતુ ઓનલાઇન. તમે મટકીફોડના વિડીયો કે મટકીફોડના ગીતો સાંભળીને અથવા તો ઓફલાઈન થઈને પોતાના ઘરમાં જ મટકીઓ ઉપરોઉપર ચડાવી દોરી પંખા સાથે બાંધી ઘરનાં કોઈ બે સભ્યો મટકી ઉપર ચઢોત્તર ચઢી મટકી ફોડી શકો છો એમાં તો સોશ્યિલ ડિસ્ટનસિંગની પણ કંઈ જરૂર નથી! સાથે- સાથે કાન્હા જુલ્હા માં પણ તમે ડિજિટલતા નો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો.


હવે વાત રહી હરવા-ફરવાના સ્થળોની. તો આ વખતે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળાઓના તો ધંધા બંધ જ થઈ ગયા છે. હા એક કામ કરી શકો ‘બોમ્બે ટુ ગોવા’ અથવા તો કોઈ સિમલા-મનાલી ના દ્રશ્યોવાળા પિક્ચરો જોઈને ઘરે બેઠા- બેઠા ઠંડા કુલરમાં કે એસીમાં આ જગ્યાઓ કરતાંયે વિશેષ મજા માણી શકો છો !


‘ગણપતિ આયો બાપા લોકડાઉન લાયો’ એ ગીત ના વગાડી ગણપતિ બાપાને સોશિયલ ડિસ્ટનસિંગ સાથે પ્રાર્થના કરવાની થાય કે આવા ડિજિટલ માધ્યમથી તહેવારો મનાવવાના બદલે આ કોરોનાકાળ સમાપ્ત કરી વિના વિઘ્ને તમારા પ્રત્યક્ષ દર્શન થાય અને આ હેલ્મેટ ગયું એમ માસ્ક પણ ઝડપથી જાય એવા આશીર્વાદ સૌને આપજો.