બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ફેસ માસ્કના જમાનામાં આય મેકઅપ ટયુટોરિયલની બોલબાલા.

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વિષમ પરિસ્થિતિને કારણે જ્યારે લોકોએ તેમનો ચહેરો માસ્ક પાછળ ઢાંકવાની ફરજ પડી છે તેવામાં ઓનલાઈન આયના મેકઅપ ટયુટોરિયલની માગમાં પણ ધરખમ વધારો નોંધાયો છે. સુંદરતા હંમેશાથી લોકો માટે મહત્વપૂર્મ વિષય રહ્યો છે. તેમજ લોકડાઉનના સમયગાળામાં પણ લોકોની સુંદર દેખાવાની મહત્વકાંક્ષા પર ઓટ નથી આવી. તેથી માસ્ક પહેર્યુ હોય તો પણ કપાળ અને આંખની સુંદરતા કઈ રીતે વધારી શકાય કેવા મેકઅપથી હાવભાવ તેમજ સુંદરતાની નવી પરિભાષા નક્કી કરી શકાય તે જાણવા લોકો ભરપૂર રસ દાખવી રહ્યા છે. તેમાં ઓનલાઈન વિડિયો દ્વારા મેકઅપ ટયુટોરિયલ આપતા લોકો પણ ભરપૂર કમાણી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અનલોકમાં સલૂન અને પાર્લર શરૂ થઈ ગયા હોવા છતા ત્યાં જઈ કોરોનાથી સંક્રમિત થવાનો ભય લોકોને હજી પણ મૂંઝવી રહ્યો છે તેથી તેમણે તેમની પસંદગીનો કળશ ઓનલાઈન મેકઅપ ટયુટોરિયલ પર ઢોળ્યો છે.

આ નવી ઘેલછાને કારણે આગામી સમયમાં કૃત્રિમ આયલેશ, મસ્કરા, આયલાઈનર, આયશેડો આયબ્રો સાથે ફોરહેડ ગ્લોવર વગેરેની પણ માગ વધે તેવી શક્યતા છે. માનુનીઓ માત્ર આંખોના સૌંદર્ય પર જ નહી પરંતુ કેશકલાપ વિશે પણ અવનવા સંશોધનો કરીને નવા કેશકલાપ શીખવા તરફ પણ ધ્યાન આપી રહી છે. લોકડાઉનની સીધી અસર ભવિષ્યના નવા મેકઅપ તેમજ સાદગીપૂર્વકના સૌંદર્ય તરફ જણાઈ રહી છે. પેનેડેનિકનો આ સમય લોકોને સાદગીપૂર્વકના સૌંદર્યની પરિભાષા શીખવી રહ્યો છે. જ્યારે કેટલીક માનુનીઓ બોલ્ડ આયમેકઅપથી નયનના નેણ મારવા પણ સજ્જ થઈ રહી છે.