દેશમાંથી ગૂગલ-ફેસબુકને 35 હજાર કરોડ રૂપિયાની રેવન્યુ
દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ સર્વિસ એપ પેટીએમ 19 સપ્ટેમ્બરે એ સમયે ચર્ચામાં આવી હતી જ્યારે ગૂગલે પ્લેસ્ટોર પરથી તેને હટાવી હતી. જોકે 30 કરોડથી વધુ યુઝર અને 70 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન રોજ કરતી આ એપની અમુક જ કલાકમાં પ્લેસ્ટોર પર વાપસી થઈ હતી.
પેટીએમના ફાઉન્ડર-સીઈઓ વિજય શેખર શર્મા ના મત મુજબ તો એ સમજાતું નથી કે કઈ પોલિસી હેઠળ તેમને એવું લાગ્યું કે યુપીઆઈ કેશબેક આપવાનો અમારો જે પ્રોગ્રામ છે એ ગેમ્બલિંગ છે. ગેમ્બલિંગ બતાવી ફાઈનાન્શિયલ એપની વિશ્વસનીયતા ઘટાડી દીધી. અમારા પર લાગેલા આરોપો ખોટા અને જુઠ્ઠા છે. તમે(ગૂગલ) ક્લેમ કરો છો કે ચાર-પાંચ વખતની વાત છે. જોકે સવારે કૉલ કર્યો કે તમારો મેલ જુઓ- અમે કંઈક કરી દીધું છે, આ રીતે તો અમને જણાવાયું. અમને એ વાતની કોઈ વોર્નિંગ અપાઈ જ નથી કે અમે એપ હટાવી રહ્યા છીએ. આ દુર્ભાગ્યપૂર્ણ, દુર્ભાવનાવશ, બિઝનેસ પર અટેક કહી શકાય.