બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

2020ની વિદાયની ઘડીઓ અને અંતિમ કોલ્ડ મૂન નાઇટ્સનો નજારો.

આકાશ દર્શનના શોખીનો માટે વર્ષની ૧૩ મી અને અંતિમ પૂર્ણીમા. ૨૦૨૦ના વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે વર્ષની અંતિમ પૂનમ પણ છે જેને કોલ્ડ મૂન કહેવામાં આવે છે. અમેરિકામાં તેને લોંગ નાઇટસ મૂન તરીકે પણ ઉલ્લેખવામાં આવે છે. 

ક્રિસમસ પછીની લોંગ મૂનમાં ઠંડીનું પ્રમાણ વધારે અને રાત પણ લાંબી હોય છે. ગુરુ અને શનિને ૮૦૦ વર્ષ પછી નજીક જોવાની ખગોળીય ઘટના નિહાળ્યા પછી આકાશ દર્શનના શોખીનો વર્ષની ૧૩ મી અને અંતિમ પૂર્ણીમાને પણ માણવા અને વિદાય આપવા આતૂર છે. 

ભારતમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે અને મોટા ભાગમાં આકાશ પણ સ્વચ્છ જોવા મળી રહયું હોવાથી કોલ્ડ મૂન સારી રીતે નિહાળી શકાય છે. ૨૯ અને ૩૦ ડિસેમ્બરના દિવસે રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ સૌથી તેજસ્વી પૂનમ જોઇ શકાશે. જો કે કોલ્ડ મૂન જોવાનો સૌથી સારો સમય સૂર્યાસ્ત પછી ચંદ્રોદય થઇ રહયો હોય ત્યારનો છે. 

ફૂલ મૂનના સમયની ૧૫ થી ૨૦ મીનિટ પછી પૂર્વમાં ક્ષિતિજ પર દેખાય છે. ચંદ્રોદયના સમયે સૂર્યનો પરાવર્તિત પ્રકાશ જોઇ શકાય છે અને કોલ્ડ નાઇટ આછી વાદળી જણાય છે.