બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

‘પાલક માતા પિતા યોજના’ અન્વયે પિતાનું મૃત્યુ, માતાના પુનઃ લગ્ન હોય તેવા બાળકોને મહિને રૂ.૩,૦૦૦/- મળશે

બાળકોના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કુટુંબ જેવો અન્ય કોઇ વિકલ્પ નથી. જેથી ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા- જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ૦ થી ૧૮ વર્ષના અનાથ અને નિરાધાર બાળકો માટે ‘પાલક માતા પિતા યોજના’ સમગ્ર રાજયમાં અમલી બનાવાઇ છે.

 આ યોજના અન્વયે જે બાળકના માતા અને પિતા બંને મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળે છે. જેમાં બાળકને રૂ.૩૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. ‘પાલક માતા પિતા યોજના’માં થયેલ નવા સુધારા મુજબ જે બાળકના પિતાનું મૃત્યુ થયેલ છે અને માતાએ પુન:લગ્ન કરી લીધા છે તેવા બાળકોને પણ આ યોજનાનો લાભ મળી શકશે. આવા બાળકોનું હિત જળવાય અને તેને સુરક્ષિત/સંતુલિત જીવન વિતાવી શકે તેવા હેતુસર સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજનાનો સુધારો કરવામાં આવેલ છે. બાળકનો અભ્યાસ જયાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. વધુ માહિતી માટે જિલ્લા અને બાળ સુરક્ષા કચેરીનો સંપર્ક કરો