બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જાણો દેશમાં મહિલા અત્યાચાર ના 2019 માં કેટલા કેસ બન્યા..

  • ૨૦૧૯ના વર્ષમાં મહિલા અત્યાચારની કુલ ૪૦૫૮૬૧ ઘટનાઓ બની
  • ૩૦.૯ ટકા કેસના આરોપીઓ પીડિતાના પતિ કે સગા સંબંધીઓ હતા
  • ૨૦૧૮ની સરખામણીમાં મહિલા પરના અપરાધમાં ૭ ટકા વધારો

ઉત્તરપ્રદેશમાં હાથરસમાં યુવતિ પર બળાત્કાર કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. સોશિયલ મીડિયામાં જ્સ્ટીસ ફોર મનિષા ટ્રેન્ડ કરી રહયું છે. નિભર્યાકાંડ પછી મહિલા ઉત્પીડનના કાયદામાં સુધારો કરવા છતાં બળાત્કાર અને મહિલા પર અત્યાચાર થવાનું પ્રમાણ ઘટયું નથી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના જણાવ્યા અનુસાર ૨૦૧૯ના વર્ષમાં રોજ ૮૭ મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ બની હતી. વર્ષમાં કુલ ૪૦૫૮૬૧ જે ૨૦૧૮ના આંક કરતા ૭ ટકા જેટલા વધારે હતા.

૨૦૧૮માં ૨૭૮૨૩૬ કેસ નોંધાયા હતા. એનસીઆરબી ૨૦૧૯ના ડેટા અનુસાર આઇપીસી કલમ હેઠળ જે કેસ નોંધવામાં આવ્યા તેમાંના ૩૦.૯ ટકાના આરોપીઓ પીડિતાના પતિ કે સગા સંબંધીઓ જ હતા. આ ઉપરાંત ૨૧.૮ ટકા ગુનાઓ મહિલાઓની બે ઇજજતી અને ૧૭.૯ ટકા અપહરણ કેસ હતા. એનસીઆરબીના આંકડા અનુસાર માત્ર મહિલાઓ જ નહી બાળકો સાથે સંકળાયેલા અપરાધમાં પણ વધારો થયો છે. રિપોર્ટ મુજબ ૨૦૧૮ની સરખામણીમાં ૨૦૧૯માં ૪.૫ ટકા વધારો થયો છે. ૨૦૧૯માં બાળકો સાથેના ૧.૪૮ લાખ ગુનાઓ બન્યા જેમાં ૪૬.૬ ટકા ઉત્પીડનને લગતા હતા. જયારે ૩૫.૩ કેસ યૌન શોષણને લગતા બન્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંર્તગત એનસીઆરબીએ ૩૬ રાજયો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશો અને ૫૩ મહાનગરોના અપરાધને લગતા આંકડા નોંધ્યા હતા અને તેના આધારે કુલ ત્રણ ભાગમાં અહેવાલ તૈયાર કરવામાં આવ્યું છે. જો કે પ્રાપ્ત માહિતી અનુસાર આ નવા ડેટામાં પશ્ચિમ બંગાળ રાજયના ડેટાનો સમાવેશ થતો નથી. આથી તેના આંકડા વર્ષ ૨૦૧૮ની સ્થિતિ દર્શાવે છે. જો કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલા ગુનાઓના આધારે તૈયાર થાય છે પરંતુ દુર અંતરિયાળ વિસ્તારમાં બળાત્કાર અને મહિલા ઉત્પીડનની ઘટનાઓ બનતી રહે છે પરંતુ  પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી,એમ ગણીએ તો મહિલાઓ પરના અત્યાચારની વાસ્તવિકતા મૂળ આંકડા કરતા પણ વધારે હશે.