બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

હાથરસ કેસમાં એડિ.ડીજી પ્રશાંત કુમાર એ પ્રેસ કહીને શું કહ્યુ જાણો સમગ્ર વિગતે ....

જે લોકોએ શાંતિપૂર્ણ વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો તેમને સજા કરવામાં આવશે : પોલીસ
હાથરસમાં કથિત ગેંગરેપ કેસમાં નવું ટ્વિસ્ટ આવ્યું છે. દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા હાથરસ કેસને લઇને ઉત્તર પ્રદેશ પોલીસે મોટું નિવેદન આપ્યું છે. પોલીસે કહ્યું છે કે હાથરસમાં મૃતક યુવતી સાથે દુષ્કર્મ થયું નહોતું. ગળામાં ગંભીર ઇજા થવાના કારણે તેનું મોત થયું છે. આવું નિવેદન ઉત્તર પ્રદેશના લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે આપ્યું છે. તેમણે કહ્યું કે ફોરેન્સિક સાઇન્સ લેબની રિપોર્ટમાં પણ આ વાત સામે આવી છે કે યુવતી સાથએ દુષ્કર્મ થયું નથી.

પ્રશાંત કુમારે કહ્યું કે યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં પણ પોતાની સાથએ દુષ્કર્મ થયાની વાત કરી નહોતી. માત્ર મારપીટ કર્યાનો આરોપ લગાવ્યો હતો. સામાજિક શાંતિ ડહોળવા ને કોમી હિંસાને ભડકાવવા માટે કેટલાક લોકોએ તથ્યોને ખોટી રીતે રજૂ કર્યા છે. તેમણે કહ્યું કે જે લોકોએ શાંતિપૂર્ણ વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે, તેમની ઓળખ કરીને આવા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે હાથરસ કાંડની પીડિતાએ 16 દિવસ બાદ દિલ્હીના સફદરજંગ હોસ્પિટમાં છેલ્લા શ્વાસ લીધા હતા. આ ઘટનાના કારણે યોગી સરકાર પર દેશ આખો સવાલ ઉઠાવી રહ્યો છે. તો બીજી તરફ પ્રશાસન અને પોલીસ દ્વારા આ આખા કેસમાં જે સંવેદનહીનતા દર્શાવવામાં આવી છે, તેને કારણે લોકોનો ગુસ્સો વધારે ભડક્યો છે.