બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

જાણી લો શું છે મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને “મા વાત્સલ્ય” યોજના

"મા" યોજનાથી કોઈ ભાગ્યે જ પરિચિત નહિ હોય, તો પણ આજે અહી આપણે આ યોજનાની પાયાની જાણકારી મેળવીશું.


સૌ પ્રથમ આપણે જાણીએ કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે.

તો ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાની પસંદગીવાળી ખાનગી તેમજ સરકારી સંલગ્ન હોસ્પિટલમાંથી સારી ગુણવત્તાયુકત સારવાર તદ્દન મફત મેળવી શકે તે આ યોજનાનો હેતુ છે.


હવે સવાલ થાય કે આ યોજનાનો લાભ કોને મળી શકે?

તો આ યોજનાના પત્રતાના ધોરણો નીચે પ્રમાણે છે.
1) લાભાર્થી કુટુંબનો ગ્રામ્ય ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ તેમજ શહેરી ગૃહ નિમણ અને શહેરી વિકાસ વિભાગની બીપીએલ યાદીમાં સમાવેશ જરૂરી.
2) રૂ.૧.૨૦ લાખ કે તેથી ઓછી પારિવારીક વાર્ષિક આવકનો દાખલો.


યોજનાના ફાયદા શું અને શું સહાય મળશે?

યોજના હેઠળ ગંભીર બીમારીઓ જેવી કે હદય, કીડની, શિશુઓના ગંભીર રોગ, ગંભીર ઇજાઓ, બનસ અને મગજના રોગો જે ઓની કુલ ૫૪૪ જેટલી પ્રોસીજર માટે કુટુંબ દીઠ વાર્ષિક રૂ.૨ લાખ સુધી કેશલેશ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.


મા કાર્ડ ધરાવતો લાભાર્થી યોજના સાથે જોડાયેલું કુલ ૧૧૨ જેમાં ૬૮ ખાનગી ૧૯ સરકારી તેમજ ૨૫ સ્ટેન્ડ અલોન ડાયાલીસીસ સેન્ટરમાં જઇને લાભ લઇ શકે છે. લાભાર્થીના કુંટુંબના દરેક સભ્યના ફોટો, બાયોમેટ્રિક અંગુઠાના નિશાનનો સમાવેશ હોય તેવું ક્યુ.આર. (કવીક રિસ્પોન્સ) મા / મા વાત્સલ્ય કાર્ડ આપવામાં આવે છે.


હવે આ કાર્ડને મેળવવાની પ્રક્રિયા જાણીએ:
મા / મા  વાત્સલ્ય  યોજનાનું કાર્ડ તાલુકા કક્ષાએ સ્થાપિત ૨૫૧ કિઓસ્ક તેમજ સીટી કક્ષાએ સ્થાપિત ૬૭ કિઓસ્ક  પરથી મેળવી શકે છે. લાભાર્થી કુટુંબ ને અંગુઠાના નિશાન લઇ તાલુકા વેરિફાયીંગ ઓથોરિટી દ્વારા ચકાસણી કરી કાર્ડ આપવામાં આવે છે.


અન્ય શરત:

યોજના અંતર્ગત ગંભીર બીમારીઓની નિયત કરેલ પ૪૪ પ્રોસિજરોની સારવાર સંલગ્ન હોસ્પિટલોમાંથી જ મળવાપાત્ર થાય છે