બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

જાણો કયુ વિટામિન કોરોનાથી થતા મૃત્યુનું જોખમ ઘટાડે છે

દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ જે રીતે ઝડપથી વધી રહ્યું છે, તેને જોયા બાદ વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી આપી છે કે, કોરોનાથી થતા મોતનો આંકડો 20 લાખ સુધી જઈ શકે છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં 9 લાખ 93 હજારથી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. WHOની ચેતવણી વચ્ચે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે, કોરોના વાયરસના જે દર્દીઓમાં પુરતા પ્રમાણમાં વિટામીન D રહેલું છે, તેમને મોતનું જોખમ 50 ટકા ઓછું થઈ જાય છે.

સંસોધકોને  જણાયું કે, જેમનામાં વિટામિન  D પુરતા પ્રમાણમાં હોય છે અને તેમને કોરોના વાયરસનું સંક્રમણ થાય છે તો, હોસ્પિટલમાં તેમના મોતનો ખતરો 52 ટકા ઓછો રહે છે. એવા દર્દીઓ કોરોનાની જંગ જીતી જાય છે. 



સંસોધનમાં જણાવવામાં આવ્યું છે કે, વિટામિન Dથી ગંભીર રૂપથી બીમાર પડવાનો ખતરો 13 ટકા ઓચો થઈ જાય છે. જેથી વિટામિન ડીની પર્યાપ્ત માત્રા હોવાથી દર્દીને વેન્ટીલેટર પર લઈ જવાનો ખતરો પણ 46 ટકા ઓછઓ થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, વિટામીન  D ઈમ્યુનિટી સિસ્ટમમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કોરોના વાયરસને હરાવવો છે તો રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કહેવામાં આવે છે. એવામાં વિટામીન D કોરોના સામે લડવા ખુબ અસરકારક ઉપાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અમેરિકામાં એવરેજ 42 ટકા લોકોમાં વિટામીન Dની ઉણપ જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ શોધમાં જોયું કે, વૃદ્ધોમાં પણ વિટામિન Dની ઉણપ હોય છે. આજ કારણે વૃદ્ધ કોરોના વાયરસની ઝપેટમાં ઝડપથી આવી જાય છે.

વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે વડીલોમાં પણ વિટામિન ડીની ઉણપ હોય છે. આ જ કારણ છે કે કોરોના થયા બાદ વૃદ્ધ લોકોની મૃત્યુ થવાની શક્યતાઓ યુવાનોની સરખામણીમાં વધારે હોય છે. 



કુદરતી રીતે મેળવો વિટામિન ડી
સૂરજની રોશની વિટામિન ડીનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે. એટલા માટે ડૉક્ટર પણ ખાસકરીને ઠંડા વાતાવરણમાં વહેલી સવારના તડકામાં રહેવાની સલાહ આપતાં હોય છે. બીજી ઋતુમાં પણ સવારના તડકામાં વૉક કરી શકાય છે. કોરોના કાળમાં વિટામિન ડીની દવા લેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ ડૉક્ટરની સલાહ વગર કોઇ પણ દવાનું સેવન ન કરવું જોઇએ.