ફિક્સ પગારના કર્મચારીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર, હાઇકોર્ટે જણાવ્યું...
રાજ્યમાં નોકરિયાતનો એક વર્ગ એવો છે જે ફિક્સ પગારમાં નોકરી કરતા હોય છે, અને 5 વર્ષ સુધીનો નોકરીનો સમયગાળો ફિક્સ પગારમાં રહેતો હોય છે જેથી ફિક્સ પગારના કર્મચારીઓને નોકરી માંથી છુટા કરી દેવાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હવે રાજ્યની હાઇકોર્ટે ફિક્સ પગારના કર્મચારીઓને મોટી રાહત આપી છે.
મળતી વિગતો અનુસાર ફિક્સ પગારના કર્મચારીઓ સામે જો પોલીસ ફરિયાદ થાય તો તેમને નોકરી માંથી છુટા ના કરવામાં આવે તેની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારે ફિક્સ પગારના કર્મચારીઓની તરફેણમાં રાજ્યની હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે તેમજ જણાવ્યું છે કે ફિક્સ પગારના કર્મચારીઓને ખાતાકીય તપાસ વગર છુટા ન કરવામાં આવે.
આ સાથે જ સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે ફિક્સ પગાર અને કાયમી કર્મચારીઓ સમાન હોતા નથી તેમજ ફિક્સ પગારના કર્મચારીઓ જો ગેરરીતિ કરે તો તેમને નોકરી માંથી છુટા કરવા પડે છે ત્યારે હાઇકોર્ટે ફિક્સ પગારના કર્મચારીઓને મોટી રાહત આપી છે.