બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

“મારે કલેક્ટર બનવુ છે”..અને ફ્લોરા એક દિવસ માટે કલેક્ટર બની..

11 વર્ષની બ્રેઇન ટ્યુમરથી પીડાતી ફ્લોરાની અદમ્ય ઇચ્છાને અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ પૂર્ણ કરી- વહીવટી તંત્રની અત્યંત સંવેદનશીલ પહેલ...

ફ્લોરાને એક દિવસ માટે જિલ્લા કલેકટરશ્રી એ પોતાની ખૂરશી પર બેસાડી-

‘મારી ૧૧ વર્ષની દિકરી ફ્લોરા ઘોરણ ૭માં અભ્યાસ કરી રહી છે. ભણી-ગણીને કલેક્ટર બનવાનું તેનું સ્વપ્ન છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી તે બિમાર છે. ડોક્ટરે કીધું છે કે તેને બ્રેઇન ટ્યુમર છે. જેથી અમે બધા ખૂબ જ ચિંતીત છીએ. ચિંતા તેના સ્વપ્નને પૂર્ણ કરવાની પણ છે કે હવે તે ક્યારેય કલેક્ટર બની શકશે ? શું ક્યારેય મારી દિકરી ફ્લોરાનું કલેક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થશે ખરૂ ?...’ અને ફ્લોરા એક દિવસ માટે કલેકટર બની... અમારુ આખુ પરિવાર આજે અત્યંત ખુશ છે...

આ શબ્દો છે ફ્લોરાની માતા સોનલબેન આસોડિયાના. ફ્લોરાની કલેક્ટર બનવાની અદમ્ય ઇચ્છાની જ્યારે અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલેને જાણ થઈ ત્યારે તેમણે ફ્લોરા પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ક્ષણભર પણ વિલંબ કર્યા વિના તેને એક દિવસ માટે કલેક્ટર બનાવવાની વાત સ્વીકાર