બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના સાથી કેશુભાઇ પટેલનું નિધન...

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન થયું છે. તે 92 વર્ષના હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું છે. તેઓ બે વખત ગુજરાતના મુખ્ય પ્રધાન રહી ચુક્યા છે.

  • ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન થયું
  • બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કેશુભાઈના પી.એમ.મોદી સાથે હતા ગાઢ સંબંધ.
  • જનસંઘથી રાજકારણની શરૂઆત, 1977 માં સાંસદ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન થયું છે. તે 92 વર્ષના હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું છે. તેઓ બે વખત ગુજરાતના મુખ્ય પ્રધાન રહી ચુક્યા છે. બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કેશુભાઈના પી.એમ.મોદી સાથે હતા ગાઢ સંબંધ.

કેશુભાઇ જનસંઘના સ્થાપક સભ્યોમાંના એક હતા. તેઓ બે વાર મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ રાજકીય બળવાને કારણે બંને વખત તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા. 2001 માં  તેમણે નરેન્દ્ર મોદી દ્વારા મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. મોદી તેમને તેમના રાજકીય માર્ગદર્શક પણ માને છે.

1977 માં, કેશુભાઇ પટેલ રાજકોટથી લોકસભા માટે ચૂંટાયા હતા. બાદમાં તેમણે રાજીનામું આપ્યું હતું અને બાબુભાઇ પટેલની જનતા મોરચાની સરકારમાં 1978 થી 1980 દરમિયાન કૃષિ પ્રધાન રહ્યા હતા. વડા પ્રધાન બન્યા પર પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે રાજ્યની કમાન કેશુભાઈના હાથમાં છે. તેમને ભાજપના રથના સારથી કહેવાય છે.

ભાજપાના વરિષ્ઠ આગેવાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનનો શોક વ્યક્ત કરતાં ભાજપાએ પેટાચૂંટણી સંબંધિત આજની તમામ જાહેરસભાઓ તેમજ પ્રચારકાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમજ કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યક્ત કરતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે,ભાજપાના વરિષ્ઠ આગેવાન અને અમારા મોભી એવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધનના સમાચારથી હું અત્યંત દુઃખની લાગણી અનુભવું છું.