બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

વારંવાર ધોઇને માસ્ક પહેરવો વધુ જોખમકારક છે, નવા સર્વે-સ્ટડીમાં મળી ચોંકાવનારી માહિતી.

કોરોના વાઇરસ સામે અત્યાર સુધી એટલે કે રસી આવ્યા સુધી માસ્ક જ શ્રેષ્ઠ રક્ષણ ગણાતો હોત. એમાંય સર્જિકલ માસ્ક વધુ સારો એવી સલાહ હેલ્થ વર્કર્સ આપતા હતા. 

દરમિયાન કપડાનો માસ્ક વપરાતો થયો હતો અને આ માસ્ક રિયુઝેબલ ગણાવાયો હતો. પરંતુ એક નવા અભ્યાસમાં જાણવા મળ્યા મુજબ વારંવાર ધોઇને પહેરાતા માસ્ક ખતરનાક સાબિત થઇ શકે છે. આ રીતે વારંવાર ધોવામાં આવતા માસ્કની વાઇરસ સામે લડવાની શક્તિ ઓછી થઇ જાય છે અને અન્ય અશુદ્ધિઓ એમાં સહેલાઇથી ભળી જઇ શકે છે. સારી ગુણવત્તા હોય એવો માસ્ક પણ કોરોના વાઇરસ સામે 70 ટકા જેટલું રક્ષણ આપતો હતો એવું નિષ્ણાતો કહે છે.

હેલ્થ વર્કર્સના કહેવા મુજબ સર્જિકલ માસ્ક સૌથી સારો. પરંતુ કપડાના માસ્ક પણ સારી એવી લોકપ્રિયતાને વર્યા. પર્યાવરણની દ્રષ્ટિએ પણ સૂતરાઉ કપડાના માસ્ક સારા નીવડ્યા હતા. હવે થયેલા સંશોધન મુજબ વારંવાર જે માસ્ક વપરાય છે એ પોતાની અસરકારકતા અને પોતાનો મૂળ આકાર ગુમાવી દે છે. જે કાપડમાંથી માસ્ક બનાવવામાં આવે છે એ સમયની સાથે પોતાનું મૂળ પોત ગુમાવતું જાય છે અને ઘસાતું જાય છે.

એક કોમ્પ્યુટર મેાડેલ પર સંશોધન કર્યા પછી  વિજ્ઞાનીઓ એવા તારણ પર પહોંચ્યા હતા કે જે કાપડમાંથી માસ્ક બનાવવામાં આવે એ મોં અને નાકમાં ઓક્સિજનના પ્રવેશની પ્રક્રિયામાં અસર કરવા ઉપરાંત સંક્રમણના જોખમને પણ અસર કરે છે. વારંવાર ધોઇને પહેરાતા માસ્કની વાઇરસ સામે રક્ષણ આપવાની ક્ષમતા ઘટી જાય છે અને વાપરનાર પર સંક્રમણ થવાનું જોખમ વધારી દે છે. કાપડના બનેલા માસ્ક બહુ મોંઘાં હોતાં નથી એટલે શક્ય હોય ત્યાં સુધી એકનો એક માસ્ક લાંબો સમય વાપરવો નહીં જોઇએ એવું આ વિજ્ઞાનીઓનું સંશોધન કહે છે.