બિગ બોસ -14ની 3 આજથી શરૂઆત..જાણો શું કરી રહ્યા છે બિગ બોસ વિનર્સ
બિગ બોસની 14મી સીઝન 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે. 2006થી શરૂ થયેલા શો બિગ બોસની અત્યાર સુધી 13 સીઝન થઇ ગઈ છે. બિગ બોસ 13નો વિનર સિદ્ધાર્થ શુક્લા બન્યો હતો. તે આ સીઝનમાં ગેસ્ટ તરીકે દેખાશે. શો જીત્યા પછી સિદ્ધાર્થ દર્શન રાવલના મ્યુઝિક વીડિયો ‘ભૂલા દુંગા’માં શહનાઝ ગિલ સાથે દેખાયો હતો. એ પછી બીજા સોંગ ‘દિલ કો કરાર આયા’માં તેની ઓપોઝિટ નેહા શર્મા દેખાઈ હતી. સિદ્ધાર્થની પહેલાં ઘણા સેલિબ્રિટી બિગ બોસ જીતી ચૂક્યા છે, હાલ તેઓ શું કરે છે તે જાણીએ..
1. સીઝન: બિગ બોસ 12
વિનર: દીપિકા કક્કર
બિગ બોસ જીત્યા પછી દીપિકા ટીવી સિરિયલ ‘કહાં તુમ કહાં હમ’માં દેખાઈ હતી, તે 17 જૂન 2019થી 14 માર્ચ 2020 સુધી પ્રસારિત થઇ હતી. એ પછી તે કોઈ પણ ફિલ્મ કે શોમાં દેખાઈ નથી પરંતુ સોશિયલ મીડિયામાં ઘણી પોપ્યુલર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 2 મિલિયન ફોલોઅર્સ છે. તે પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે.
2.સીઝન: બિગ બોસ 11
વિનર: શિલ્પા શિંદે
બિગ બોસ જીત્યા પછી શિલ્પા શિંદે એક પણ પ્રોજેક્ટમાં દેખાઈ નથી પરંતુ 2020માં તેણે કોમેડી શો ‘ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન’થી કમબેક કરવાના પ્રયત્નો કર્યા પણ તે સફળ ન થઇ. તેણે મેકર્સ પર ઘણા આરોપો મૂકીને શો છોડી દીધો.
3.સીઝન: બિગ બોસ 10
વિનર: મનવીર ગુજ્જર
મનવીર પ્રથમ એવો વિનર છે જે સેલેબ નથી. એક કોમનરની રીતે તેણે શોમાં એન્ટ્રી લીધી અને જીતી ગયો. જો કે, શો જીત્યા પછી મનવીર તેનો ફેમિલી બિઝનેસ સંભાળી રહ્યો છે.
4.સીઝન: બિગ બોસ 9
વિનર: પ્રિન્સ નરુલા
પ્રિન્સે શો જીત્યો અને તેના થોડા વર્ષો પછી કો-કન્ટેસ્ટન્ટ યુવિકા ચૌધરી સાથે લગ્ન કર્યાં. એ પછી બંને ટીવી શો ‘લાલ ઈશ્ક’માં દેખાયા હતાં. તેઓ ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 9’ના વિજેતા પણ બન્યા. પ્રિન્સ છેલ્લી ઘણી સીઝનથી ‘MTV રોડીઝ’નો પાર્ટ છે અને ‘નાગિન 3’માં પણ દેખાયો હતો.
5.સીઝન: બિગ બોસ 8
વિનર: ગૌતમ ગુલાટી
શો જીત્યા પછી ગૌતમ ઇમરાન હાશમીની ફિલ્મ ‘અઝહર’માં રવિ શાસ્ત્રીના રોલમાં દેખાયો હતો. હવે તે સલમાન ખાનની સાથે ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં આવતા વર્ષે દેખાશે.
6.સીઝન: બિગ બોસ 7
વિનર: ગૌહર ખાન
ગૌહર ખાન બિગ બોસ 14માં ગેસ્ટ બનીને આવી હતી. શો જીત્યા પછી ‘ક્યા કૂલ હૈ હમ 3’માં તેનો ડાન્સ હતો. આ ઉપરાંત તે વિદ્યા બાલનની ફિલ્મ ‘બેગમ જાન’ અને આલિયા ભટ્ટ-વરુણ ધવન સ્ટારર ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’માં પણ દેખાઈ હતી. લાસ્ટમાં તે વેબ શો ‘ધ ઓફિસ’માં દેખાઈ હતી.
7. સીઝન: બિગ બોસ 6
વિનર: ઉર્વશી ધોળકિયા
બિગ બોસ 6 જીત્યા બાદ ઉર્વશી ટીવી જગતમાં એક્ટિવ રહી. તેણે 'બડી દૂર સે આયે હૈં', 'ચંદ્રકાંતા- એક માયાવી પ્રેમ ગાથા'માં મહત્ત્વના રોલ પ્લે કર્યા હતા. તે છેલ્લે 'નચ બલિયે 9'માં એક્સ બોયફ્રેન્ડ અનુજ સચદેવા સાથે દેખાઈ હતી.
8. સીઝન: બિગ બોસ 5
વિનર: જુહી પરમાર
જુહી શો જીત્યા બાદ ગયા વર્ષે તંત્રથી ટીવી પર કમબેક કરતી દેખાઈ હતી. હવે તે ટૂંક સમયમાં ટીવી શો 'હમારી વાલી ગુડ ન્યૂઝ'માં દેખાશે.
9. સીઝન: બિગ બોસ 4
વિનર: શ્વેતા તિવારી
બિગ બોસ જીત્યા બાદ શ્વેતા ઘણા ટીવી શો અને વેબ સિરીઝમાં જોવા મળી. તે 'પરવરિશ', 'સજન રે જૂઠ મત બોલો', 'કુછ ખટ્ટી કુછ મીઠી' અને 'બેગુસરાય' જેવા ટીવી શોમાં દેખાઈ હતી. 2019માં તેણે ડિજિટલ વર્લ્ડમાં એન્ટ્રી લીધી અને વેબ સિરીઝ 'હમ તુમ એન્ડ ધેમ'માં દેખાઈ હતી. હાલ તે ટીવી શો 'મેરે ડેડ કી દુલ્હન'માં સામેલ છે.
10. સીઝન: બિગ બોસ 3
વિનર: વીરુ દારા સિંહ
વીરુ દારા સિંહ 'હાઉસફુલ 2' અને 'સન ઓફ સરદાર' જેવી ફિલ્મોમાં દેખાયા હતા. ગયા વર્ષે 'નચ બલિયે 9'થી ટીવી પર કમબેક કર્યું હતું.
11. સીઝન: બિગ બોસ 2
વિનર: આશુતોષ કૌશિક
આશુતોષ 'લાલ રંગ', 'જિલ્લા ગાઝિયાબાદ' અને 'કિસ્મત પૈસા દિલ્હી' જેવી ફિલ્મોમાં દેખાયો હતો. થોડા મહિના પહેલાં લોકડાઉનમાં લગ્ન કરવાને કારણે તે ચર્ચામાં હતો. લગ્નમાં ખર્ચ થનારા પૈસા બચાવીને આશુતોષે કોરોના માટેના PM-CARES ફંડમાં દાન કરી દીધા હતા.
12. સીઝન: બિગ બોસ 1
વિનર: રાહુલ રોય
બોલિવૂડ ફિલ્મ 'આશિકી'થી પોપ્યુલર થયા અને 'બિગ બોસ'ના પહેલા વિનર બનેલા રાહુલ રોય લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. જોકે થોડા સમય પહેલાં C - ગ્રેડ ફિલ્મ 'હર સ્ટોરી'માં તેઓ દેખાયા હતા. રાહુલે આ પહેલાં ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.
તેમાં 'સપને સાજન કે', 'પહેલા નશા', 'ગુમરાહ', 'ભૂકંપ', 'હંસતે ખેલતે', 'નસીબ', 'અચાનક ફિર કભી, 'નોટી બોય' અને 'ક્રાઇમ પાર્ટનર' જેવી ફિલ્મો સામેલ છે. તેઓ 2011માં આવેલી ફિલ્મ 'એલાન'માં દેખાયા હતા જે ફ્લોપ રહી હતી.