સમુદ્ર દર્શન વોક વે થી પ્રદર્શન સુધી... આજે ઘણા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિર સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથને ચાર મોટી ભેટ આપવાના છે. મળતી માહિતી મુજબ, વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાનારા આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સોમનાથ સમુદ્ર દર્શન વોક પથ, સોમનાથ એક્ઝિબિશન સેન્ટર અને રિનોવેટેડ અહિલ્યાબાઈ હોલકર સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેઓ શ્રી પાર્વતી મંદિરનો શિલાન્યાસ પણ કરશે. જૂનું સોમનાથ મંદિર એટલે કે અહલ્યા બાઈ મંદિર, જે લગભગ 400 વર્ષથી વધુ જૂનું મંદિર જેનું પણ નવીની કરણ કરવામાં આવ્યું છે. જેટલુ જ સોમનાથ મહાદેવ મંદિરનું મહત્વ છે તેટલું જ અહીં અહલ્યા બાઈ મદિર નું મહત્વ છે.
જણાવી દઈએ કે એક કિલોમીટર લાંબા સમુદ્ર દર્શન વોક પથને તૈયાર કરવામાં લગભગ 47 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જયારે, સોમનાથ મંદિર સંકુલમાં સ્થિત પ્રવાસી સુવિધા કેન્દ્ર નજીક સોમનાથ પ્રદર્શન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં જૂના મંદિરના અવશેષો પ્રદર્શન માટે રાખવામાં આવ્યા છે. શ્રી પાર્વતી મંદિર જૂના સોમનાથ મંદિર તરીકે પણ ઓળખાય છે. તેના નવીનીકરણ પાછળ 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સદીયો પહેલા સોમનાથ અને પાર્વતીજી બન્ને મંદીરોને લૂંટી તોડી પડાયા હતા.જો કે, સોમનાથ મંદિર ઉભું કરી દેવાયું પરંતુ પાર્વતી મંદિર હજુ સુધી ઉભું ન થઈ શક્યું, આખરે હવે તે શક્ય બની રહ્યું છે અને તેનું હવે ખાતમુહુર્ત થશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં ડિજિટલ માધ્યમથી ઉપસ્થિત રહેશે. જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ માંડિક ટ્રસ્ટના અધ્યક્ષ છે. સાથે જ અમિત શાહ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. શાહે ડિસેમ્બર 2018 માં સમુદ્ર દર્શન પદયાત્રાનો પાયો નાખ્યો હતો. આજે યોજાનાર કાર્યક્રમ સ્પષ્ટપણે સૂચવે છે કે અયોધ્યામાં રામ મંદિરની સાથે સાથે સોમનાથ મંદિર પણ વડાપ્રધાન મોદી અને ભાજપની પ્રાથમિકતાઓમાં સામેલ છે.
અહીંથી સોમનાથ મહાદેવ મંદિર અને સમુદ્રના ચાલતા ચાલતા દર્શન શ્રદ્ધાળુઓ કરી શકશે. એટલે કે સોમનાથ અને સમુદ્ર બંનેના અહીંથી જ દર્શન થશે. વોક વે પરથી સોમનાથ અને સાગરનો નજારો એટલો ખૂબ સૂરત છે કે શ્રદ્ધાળુઓ અહીં જ થંભી જાય છે. મોટી સંખ્યામાં ભાવિકો વૉક વે પરથી સમુદ્ર અને સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવાનું પસંદ કરી રહ્યા છે, તો બાળકો આ વૉક વે પર સાઈકલિંગ કરી શકે તેવી પણ વયસ્થા છે.