બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

નાડીઓના દીશા સૂચનથી તમે જાણી શકો છો કે તમારા કરેલા કર્મનું ફળ કેવુ હશે..જાણો કેવી રીતે..

       જે લોકો આ વિષય ના જાણકાર હશે એમને ખબર હશે કે, આપણા શરીર માં મહત્વની 2 નાળીઓ રહેલી છે. ઇડા અને પિંગલા . નાકમા ડાબા નસકોરાને ઇડા અને જમણા નસકોરાને પિંગલા તરીકે ઓળખવામા આવે છે. તેમજ, ઇડા નાળીને ચંદ્ર નાડી અને પિંગલા નાડી ને સૂર્યનાડી પણ કહેવામાં આવે છે.

     હવે, તેનુ મહત્વ જોઇએ, જે નસકોરામા પવન નો વેગ ઝડપી હોય એને પ્રભાવી નાડી તરીકે આપણે ઓળખીશુ અને એમ પણ ખબર ના પડે તો અનુલોમ વિલોમ પ્રાણાયમ કરવાનો અને જે નસકોરામા સ્વાસ લેવામાં  અને છોડવામાં સહેલાઈ પડે એ પ્રભાવી નાડી.  ધીમે – ધીમે કરવામા આવતા કામ એ જ્યારે ઇડા નાળી પ્રભાવી હોય ત્યારે કરવાથી તેમા આપણને સફળતા અવશ્ય પણે પ્રાપ્ત થાય છે. તેવીજ રીતે ઝડપી કરવામા આવતા કામ જ્યારે પિંગલા નાડી પ્રભાવી હોય ત્યારે કરવાથી તે કામ સફળ જાય છે.

સવારે પથારીમાથી ઉઠી પ્રભાવી નાડી બાજુનો પગ પ્રથમ જમીન પર મુકવાથી આખો દિવસ શુભ રહે છે. જ્યારે કોઇ શુભ કાર્ય માટે બહાર જવાનુ થાય ત્યારે ઘરની બહાર પ્રભાવી નાડી બાજુનો પગ પ્રથમ  મુકવાથી એ કાર્ય સફળ થાય છે. એવુ આપણા શાસ્ત્રોમાં કહેલ છે.
                         -ગરુડમહાપુરાણમાથી