બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગુજરાત યુનિ.માં આ વર્ષથી માત્ર, Ph.D માટે પ્રવેશ પરીક્ષા લેવાશે જાણો કેમ..

કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિને લીધે M. Phil બંધ
પી.એચ.ડી માટે આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે અને તેની પરીક્ષા આ વર્ષે ઓનલાઈન યોજાશે
ગુજરાત યુનિ.માં આ વર્ષથી M.Phil બંધ માત્ર, Ph.D માટે પ્રવેશ પરીક્ષા લેવાશે.

કેન્દ્ર સરકારે લાગુ કરેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ગુજરાતની યુનિ.ઓમાં અમલ શરૃ થઈ ગયો છે અને ઉચ્ચ શિક્ષણમાં સૌથી મહત્વના ગણાતા એમ.ફીલ.પીએચડી અભ્યાસક્રમમાં નવી શિક્ષણ નીતિની જોગવાઈનો અમલ થતા હવે ગુજરાત યુનિ.દ્વારા આ વર્ષથી એમ.ફીલ બંધ કરવામા આવશે.માત્ર પી.એચ.ડી માટે પ્રવેશ પરીક્ષા લેવાશે. કોરોનાને લીધે આ વર્ષે પી.એચ.ડીમાં પ્રવેશ પરીક્ષા ઓનલાઈન લેવાશે અને પી.એચ.ડી પ્રવેશ માટેની પ્રક્રિયા 30મીથી શરૂ થશે.30મીથી ઓનલાઈન પિન વિતરણ શરૂ થશે અને 6ઠ્ઠીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે

કેન્દ્ર સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણમાં અનેક નવા ફેરફારો કરવામા આવ્યા છે. જેમાં ખાસ કરીને એમ.ફીલ-પી.એચ.ડીમાંથી એમ.ફીલનો કોર્સ કાઢી નાખવાની જોગવાઈ કરાઈ છે. પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસ બાદ એમ.ફીલને બદલે સીધો જ પીએચડીમાં પ્રવેશ આપવાની જોગવાઈ કરાઈ છે.નવી શિક્ષણ નીતિની આ જોગવાઈઓનો અમલ ગુજરાતની કેટલીક યુનિ.ઓએ શરૃ કરી દીધો છે. ગુજરાત યુનિ.સહિતની બેથીત્રણ સરકારી યુનિ.ઓએ આ વર્ષથી એમ.ફીલ બંધ કરી દીધુ છે. જો કે કેટલીક યુનિ.દ્વારા એમ.ફીલ બંધ કરવા હજુ નિર્ણય લેવાયો નથી કે કેટલીક યુનિ.એ જ્યાં સુધી સરકાર કે યુજીસીનો ફાઈનલ નિર્ણય કે ઠરાવ ન આવે ત્યાં સુધી એક વર્ષ માટે ચાલુ રાખવાનું નક્કી કર્યુ છે.

ગુજરાત યુનિ.સહિતની કેટલીક યુનિ.ઓ દ્વારા યુજીસી કે સરકાર દ્વારા નવી જોગવાઈ લાગુ કરવા માટે લેખિતમાં કોઈ પણ ઠરાવ કે જાહેરાત થાય તે પહેલા આગોતરૃ આયોજન કરવામા આવ્યુ છે.સરકારે તાકીદે નવી શિક્ષણ નીતિનો અમલ રાજ્યમાં થાય તે માટે ટાસ્ક ફોર્સ કમિટી પણ બનાવી દીધી છે ત્યારે ચાલુ વર્ષે જ અમલ થાય અને સરકાર દ્વારા ઠરાવ ત્યારે જો એમ.ફીલ ચાલુ થઈ ગયુ હોય તો વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે.જેથી ગુજરાત યુનિ.દ્વારા આ વર્ષે માત્ર પી.એચ.ડીમાં જ પ્રવેશ પરીક્ષા લેવાનું નક્કી કરાયુ છે.

આ માટે ગુજરાત યુનિ.દ્વારા તમામ વિભાગીય વડાઓની મીટિંગ પણ બોલાવાઈ હતી અને જેમાં પી.એચ.ડી પ્રવેશ માટે વિષયો-ગાઈડ સહિતના મુદ્દે નિર્ણયો કરવામા આવ્યા હતા.જો એમ.ફીલ બંધ થાય તો એમ.ફીલમાં જે ગાઈડને મંજૂરીઓ મળી છે તે ગાઈડ હેઠળ  હવે પી.એચ.ડીના વિદ્યાર્થીઓ વધી શકે જેથી  પી.એચ.ડીની બેઠકો પણ વધી શકે છે.