ભાવિ ડોક્ટરો હવે કોવિડ ડ્યૂટીથી ભાગી શકશે નહીં, HCએ કર્યો આવો આદેશ, જાણો...
ભાવિ ડોક્ટરો હવે કોવિડ ડ્યૂટીથી ભાગી શકશે નહીં. જી હા, ગુજરાત હાઇકોર્ટે પોતાનાં ચુકાદોમાં સ્પષ્ટ કરી દીધું છે કે, મેડિકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી માટે કોવિડ ડ્યૂટી ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો એએમસીની તરફેણમાં આવ્યો છે.
જો કે, HC એ મેડિકલમાં અભ્યા કરતા વિદ્યાર્થીઓને સુવિધા આપવા પણ ચૂકાદામાં આદેશ કર્યો છે. કોવિડ સારવાર હેતુ તબીબી વિદ્યાર્થી દીઠ રૂ.500 કોર્પોરેશનને ચૂવવાનાં રહેશે. સાથે સાથે મેડિકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી માટે રહેવા-જમવા અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવી પડશે.
ગુજરાત HC દ્વારા આપવામાં આવેલા આ ચૂકાદા મામલે જો કે, હાઇકોર્ટ દ્વારા તબીબી વિદ્યાર્થીઓ સુપ્રીમકોર્ટમાં જઇ શકશે નહીં તેવો પણ ઉલ્લેખ કરી દેવામાં આવતા હવે મેડિકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને આગામી દિવસોમાં કોવિડ ડ્યૂટી પર ફરજિયાત હાજર રહેવું પડશે.
ગુજરાત HC દ્વારા આ ચૂકાદા સમયે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે, અહીં એપેડેમિક એક્ટનો અમલ લાગુ પડે છે. મેડિકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં દાદ માગી હતી. કોર્ટ પાસે દાદ માંગતા ફરજિયાતના બદલે સ્વૈચ્છિક ડ્યૂડી કરવાની માંગ હતી. જો કે, અંતે તબીબી વિદ્યાર્થીઓની માગનો અસ્વીકાર કરવામાં આવ્યો છે અને ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો એએમસીની તરફેણમાં આવ્યો છે.