બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આજનાં આ કોવીડ-૧૯ નાં વૈશ્વિક મહામારી ના સમયે ગાંધીજી હોત તો શું કરેત?

આજનાં આ સંકટનાં સમયે ગાંધીજી હોત તો શું કરેત?
વર્તમાન વૈશ્વિક સંકટ એ બહુ સ્તરીય છે. રાજકીય અને નૈતિક નેતૃત્વનાં શૂન્યવકાશનાં લીધે કોવીડ-૧૯ રોગચાળો, આર્થિક મંદી અને જળવાયું પરિવર્તનનું સંયોજન થયું છે. આજનાં આ સંકટનાં સમયે ગાંધીજી હોત તો શું કરેત?
તેઓના ઉકેલોમાં થોડાક સર્વસામાન્ય લક્ષણો હોત. પ્રથમ તો , તેઓ કેવળ ઉપદેશ ન આપેત, પણ તેઓ પોતે  કહ્યું કરેત અને મહાવરો પણ કરેત. આથી જ તેઓ પેલું નીડર વિધાન બોલી શકેલા, “ મારું જીવન જ મારો સંદેશ છે.” આપણે આવું ના બોલી શકીએ. બીજી વાત, તેઓ જે પણ કામ કરેત તેની શરૂઆત સ્થાનિક કક્ષા એ કરેત, દુનિયા ને બદલવા તેની પાછળ ન દોડેત. તેઓ પૃથ્વી ને સ્વર્ગના અંશ ની જેમ જોવાની ક્ષમતા હોવા વાળી વ્યક્તિ તરીકે જાણીતા હતા. ત્રીજું, તેઓ એવા કાર્યો થી શરૂઆત કરેત કે જે પ્રથમદર્શી રીતે ખૂબ નાના અને મુર્ખામીભર્યા લાગે. ઉદાહરણ તરીકે, હાથમાં ચપટી મીઠું લેવું કે જેણે છેવટે ઈતિહાસ બદલી નાખ્યો. 

આ વૈચારિક પ્રયોગ કે ગાંધી શું કરેત માંથી ૯ મુદ્દાનો કાર્યક્રમ મળે છે. 
ભયમાંથી મુક્તિ : આપણે કરોના વાયરસ કરતા વધુ તો ભયના વાયરસથી પકડમાં છીએ અને આ ભય રોગચાળા એ સમગ્ર વિશ્વને પાંગળું કરી નાખ્યું છે. ગાંધીજીએ  સૌપ્રથમ તો આપણને આ ભય ખંખેરવાનું કહ્યું હોત જેવી રીતે તેઓએ ભારતીયોને અંગ્રેજોનો ભય ખંખેરવાનું કહેલું. ભય અ વાસ્તવિક હોવાનાં લીધે ઓગળવા લાગેલો.



બીમારની કાળજી: એ તેઓની સહજ વૃતિ હતી કે કે અગણિત પ્રસંગો જેવા કે બોઅર યુદ્ધ, પ્રથમ વિશ્વ યુદ્ધ અને ભારતમાં થયેલા રોગચાળાઓ  થી માનિસ છેક આશ્રમોમાં રહેતા બીમારની સુશ્રુષા કે જેમાં પરચુરે શાસ્ત્રી કે જે એક રક્ત્પીનાં દર્દી હતા તેઓની સેવા દરમ્યાન વ્યક્ત થયેલી. કોવીડ-૧૯ ના કારણે બીમાર થયેલ હજારો લોકો ને શારીરિક કાળજી, પરિચર્યા અને તબીબી સારવારની જરૂર છે. ગાંધીજી એ ભય વિના આવ બધાની વ્યક્તીગત પોતે જ પરિચર્યા કરી હોત. સ્વચ્છતા, સફાઈ, હાથ સાફ કરવા અને માસ્કના ઉપયોગ બાબતે તેઓ ચોખલિયા રહ્યા હોત. હાલ આમ પણ તબીબી વિજ્ઞાન પાસે કોવીડ-૧૯ની એક પણ સાબિત થયેલી અસરકારક સારવાર તો છે જ નહિ, તો ગાંધીજીના કહેવાતા કુદરતી ઉપચારનો ઉપયોગ જ કે જે કુદરતની સાજા કરનાર તાકાતથી શરીરને રોગમુક્ત કરે છે તે જ મોટા ભાગના કેસોમાં કામમાં આવ્યો હોત. 

ઘણા બધા અન્ય બીમારીઓ વાળા દર્દીઓ કે જેઓને પણ તબીબી સંભાળની જરૂર છે તેઓને લક્ષમાં નથી લેવાયા કારણકે કોવીડ-૧૯ ના ધસારાને લીધે તેઓ બહાર ફેંકાઇ ગયા છે. આરોગ્ય સંભાળને લગતો તબીબી ઉદ્યોગનો પુરવઠો અપૂરતો સાબિત થયો છે. તંદુરસ્ત જીવનશૈલી, સ્વ કાળજી માટે સશક્તિકરણ અને સમુદાયની કાળજી આ બધા પરનો ગાંધીજીનો આગ્રહ સંપૂર્ણપણે પ્રસ્તુત જણાય છે. 

નવી દાંડીકુચ: તમે ગમે ત્યારે સૌથી વધુ અસહાય અને દુઃખી માણસને જુઓ તો મદદ કરવી- આપણી આ ફરજ પ્રત્યે આપણને માર્ગદર્શન આપવા માટેનું તેઓનું તાવીજ અદ્ ભુત છે. તે ઝડપી અને સાહજિક છે. તે તમને જ ચોક્કસ લાગુ પડે છે. ત એક માણસ,સમગ્ર માનવતાનું પ્રતિક, એ જ તમારી ફરજ છે. આજે ગાંધીજી નું તાવીજ કોણ છે? 

વિસ્થાપિત શહેરી શ્રમજીવીઓ, ભૂખ્યા અને અપમાનિત, કે જેઓ પોતાના ગામડાઓ તરફ ચાલતા શહેરોથી નીકળતા અને રસ્તામાં જ મરતા નિઃશંકપણે ગાંધીજીના તાવીજ બનશે. ભારતના ભાગલાના શિકાર બનેલા લાખો વિસ્થાપિતોની વચ્ચે ગાળેલા પોતાના આખરી દિવસો થકી ગાંધીજી આ શ્રમજીવીઓની પીડા સુપેરે જાણે છે. કેવી રીતે આપણે આવી જ સમાન કરૂણાંતિકાઓનું નિર્માણ કરી શકીએ? દિલ્હીની પ્રસિદ્ધિથી દૂર રહીને ગાંધીજી તેઓની પાસે દોડ્યા હોત. તેમણે તેઓના માટે ખોરાક,આશ્રય અને દવાઓની વ્યવસ્થા કરી હોત,પરંતુ સૌથી અગત્યનું એ કે તેમને તેઓની ગરિમા અને આશાને જાળવવા મદદ કરી હોત. અંતે, તેઓની સાથે એકતાના પ્રતિક તરીકે તેમણે વિસ્થાપિત શ્રમજીવીઓની ચાલતી ટોળીઓ માં જોડાઈને સરકારની ઉદાસીનતા અને બેજવાબદારી બદલ વિરોધ કર્યો હોત. આ હોત તેમની નવી દાંડીકુચ. 
આંતર-વિશ્વાસ અને સામાજિક એકતા: ગાંધીજીના જીવનનું આ સૌથી આખરી પણ અધૂરું કાર્ય હતું. જેવી રીતે હિંદુઓ અને મુસ્લિમો નફરત અને હિંસા થી એકબીજાની વિરુધ્ધ થઇ ગયેલા કે જેના થકી ભારતના ભાગલા થયા તેનાથી તેઓન ખૂઓબ ગંભીરપણે ઘાયલ થયેલા. જયારે સિવિયર અક્યુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ કોરોનાવાયરસ ૨ (સાર્સ-કોવ-) (શ્વાસનતંત્રમાં તીવ્ર તકલીફ ઉભી કરતો વાયરસ) ભારત દેશના દરવાજા ખખડાવિ રહ્યો હતો ત્યારે અમુક નેતાઓ કોમી નફરત ઉશ્કેરી રહ્યા હતા. પછી તેઓએ એક ધાર્મિક પંથને આ ચેપના ફેલાવા માટેનો આરોપ મૂક્યો. આ કોમી વિભાજનને રોકવું એ ગાંધીજી માટે મોખરાનું કાર્ય હતું. ગાંધીજી એ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, અસ્પૃશ્યો અને આદિવાસીઓ સાથે તેઓની વસાહતોમાં રહીને,  તેઓમાં જે બીમાર હોય તેઓની સેવા કરીને, તેઓને એકબીજાના વિસ્તારોમાં સ્વયંસેવકો તરીકે મોકલીને આ બધાને એક કરવાનો પ્રયત્ન કર્યો હોત પછી ભલે આવા એક કરવાના પ્રયત્નો થકી તેમની બીજી હત્યા થાય તો પણ. 



મારો પાડોશ એ મારી જવાબદારી છે:  સાર્સ-કોવ-૨ ના ભય અને કડક લોકડાઉન એ લોકોને પોતાના ઘરના બારણાઓ બંધ કરવા અને પોતાના પડોશીઓ સાથેના સંપર્કો તોડવા દબાણ કર્યું છે. ગાંધીજીને આ મંજુર ના હોત. તે કહેત” હું મારા પડોશીઓ માટે જવાબદાર છું. તે મારો સ્વ ધર્મ છે, તેઓને પ્રેમ કરવો અને ખાસ કરીને આવી ઘડીએ તેઓની સેવા કરવી એ મારી ફરજ છે. સંપર્ક વિનાનો પડોશ અને પડોશ વિનાનો સમુદાય કેવી રીતે હોઈ શકે? 

મને તો શંકા છે કે ગાંધીજી એ હદ સુધી જતા કે તેઓ લોકડાઉનના કારણે નિર્માણ પામેલા આ ઝુપડપટ્ટી જેવા વિસ્તારોને પડકારવા માટે તેઓ એ તો સત્યાગ્રહ કે નાગરિક અસહકાર આરંભ કર્યો હોત.આવું નૈતિક પગલું ભરવા એક ગાંધીની જરૂર પડે. 

હિમાલય જેવડી ભૂલ: તેઓ સાચાબોલા હોય પોતાની ભૂલો સ્વીકારવા તૈયાર જ હોય. તેમના એ હિંમત હતી એ સ્વીકારવાની કે ભારત અહિંસા પાળવા માટે તૈયાર હતો તેવું વિચારીને ૧૯૨૦ માં અંગ્રેજો સામે રાષ્ટ્રીય ચળવળ આરંભ કરવી તે તેમની હિમાલય જેવડી ભૂલ હતી. ભારત દેશ તૈયાર નહોતો. તેમણે કહ્યું, તે સંપૂર્ણપણે તેમના નિર્ણયની ભૂલ હતી. તેમણે તેની જવાબદારી સ્વીકારી અને રાષ્ટ્રીય ચળવળને પાછી ખેંચી લીધી જોકે આવું કરવાનો મતલબ હતો કે આખી દુનિયા તેમનાથી મોં ફેરવી જ લેશે.  

કોવીડ-૧૯  રોગચાળા ના ભયનાં સમયે, વૈશ્વિક અને રાષ્ટ્રીય નેતૃત્વ એ અનેક ગંભીર ભૂલો કરી છે અને વારંવાર નહીવત ચેપ થી પ્રતિબંધ, પ્રતિબંધ થી બેવડો થવાનો સમયમાં વધારો કરવો અને ત્યાંથી વર્તમાન સુધી સાર્સ-કોવ-2 સાથે જીવવાનું શીખી લેવા સુધી ગોલ પોસ્ટ બદલ્યા કર્યા છે. એક નવા રોગ વિષે જ્ઞાન નો હોવાથી , નિર્ણય લેવામાં ભૂલો થાય એ સહજ છે, પરંતુ પસંદ કરેલી રણનીતિના મળેલ નિષ્ફળતાની પ્રામાણિક કબૂલાત ક્યાં છે? આજના સમયે, તે કબૂલાત દેખાતી નથી. ગાંધીજી એ આવી કબૂલાત કરી હોત. અને આશ્ચર્યજનક રીતે, આવા કાર્ય એ લોકો ને  તેમના પર વધુ વિશ્વાસ  મૂકવા પ્રેર્યા હોત. 

ગ્રામ સ્વરાજ, નાના પાયાનું અર્થતંત્ર: વીતેલા ૧૨ વર્ષોમાં, ૨૦૦૮ના વર્ષની મંદીથી લઈને ૨૦૨૦ની  આર્થિક કટોકટી સુધી, આપણે જોયું છે કે વૈશ્વિક અર્થતંત્ર ખૂબ જ નાજુક છે. અમેરિકામાં થયેલ જમીનનું કૌભાંડ અથવા વુહાનમાં થયેલ નવા વાયરસના ઉદ્ ભવ ની જેમ સ્થાનિક સ્તર પર અનુભવતા ધ્રુજારીના ઝટકા ના સ્વરૂપમાં તેના ધીમે ધીમે કકડા થઇ જાય છે. ગાંધીજીએ આપણને માનવતા, સ્થાનિક ઉત્પાદનની સ્થિરતા, સ્થાનિક વપરાશ અને સંબંધોનાં સ્થાનિક સમુદાય આ બધું યાદ કરાવ્યું હોત. તેઓ તેને ગ્રામ સ્વરાજ કહેતા હતા. નિરપવાદરૂપે, અર્થતંત્રમાં આવો બદલાવ રાજકીય સત્તાના વિકેન્દ્રીકરણની સાથે જ થયો હોત. વૈશ્વિકીકરણે સર્વત્ર સરમુખત્યાર રાજકીય નેતાઓ જ પેદા કર્યા છે. ગાંધીજી માટે તો સાચી લોકશાહી, જવાબદારી અને સંબંધ નો સારો મહાવરો તો સ્થાનિક સ્તર પર જ થઇ શકે.

આ પૃથ્વી પર બધું પર્યાપ્ત છે: આપણી જરૂરીયાતો નું શું?  આવું વિશાળકાય વૈશ્વિક ઉત્પાદન તંત્રનાં કેટલાંક આધુનિક ગ્રાહકો પૂછશે. ત્યારે ગાંધીજી એ સમજાવ્યું હોત કે ઉપભોગ કરવાની આ અમર્યાદિત ઈચ્છા, ૨૪ કલાકની ગલીપચી અને ઇન્દ્રીગમ્ય સુખો માટેની લાલચુ માંગણી આ બધું જરૂરીયાત નથી પણ મનમાં રોપાયેલી એક કૃત્રિમ, અકુદરતી આદત છે. આ પૈકીની કેટલી ખરી જરૂરીયાતો છે? ગાંધીજી કહેત કે દરેક ની જરૂરીયાત પૂરતું આ પૃથ્વી પર પર્યાપ્ત છે પણ લોભ માટે પૂરતું નથી. જરૂરીયાત અને લોભ વચ્ચે ભેદ સમજવાની શક્તિ, દરેકની જરૂરિયાત પૂરી પાડવા માટેની શક્તિ પરંતુ તેની સાથે સાથે સ્વ-નિયત્રણ અને લોભ-લાલચ ઓછો કરવા માટેની સામાજિક આર્થિક યોજના- આ બધા તરફ ગાંધીજી એ આપણને દોર્યા હોત. જો આપણે આપણા લોભ, અતિશય ઉત્પાદન, બિનજરૂરી વપરાશ, સુખોપભોગવાદી પ્રવાસ અને ઘેલું પરિવહનને મર્યાદિત રાખીએ તો ધુમાડો અને ધૂળ ઓછા થવા માંડશે. જીવન સ્વસ્થ અને શાંતિ વાળું થઇ જશે. આકાશ અને નદીઓ ચોખ્ખા અને વાદળી થઇ જશે. આપણને પ્રતીતિ થશે કે આધુનિક સમાજની અનેક વધારાની ચીજ્વસ્ત્તુઓ વિના આપણે સુખેથી જીવી શકીએ છીએ. આપણે આની એક ઝલક ગત ૨ માસમાં જોઇ છે જયારે વિશ્વ એક જગ્યા એ સ્થિર થઇ ગયેલું. 

અને  જુઓ તમે પછી.....જળવાયું પરિવર્તન પીછેહઠ કરવા લાગશે!

પ્રાર્થના: આખરી કામ કે જે તેઓ આપણને કરવા કહેતા તે છે પ્રાર્થના. દરેક દિવસનાં અંતે, આપણે કરેલ શ્રેષ્ઠ પ્રયાસો અને આપણા વિકલ્પો અને શક્તિ પૂર્ણ થઇ ગયા પછી, શાંતિથી બેસો, ચિંતન કરો અને તમારી જાતને શરણે થઇ જાઓ. પણ કોના શરણે કરવાની છે જાતને?  તે તમારી પસંદગી છે. ભગવાન, જીવન, પ્રકૃતિ, સત્ય, ઈતિહાસ જે તમને યોગ્ય લાગે તેન શરણે થઇ જાઓ. શરણે થઇ જાઓ અને સમર્પિત થઇ જાઓ. તમે જે કરી શકતા હતા તે બધું જ તમે કર્યું. હવે બધો ભાર તમારી પીઠ લઈને ચાલ્યા ન કરો. એવું કરવાથી તમે મૂરખ માનવી થઇ જશો. આ અનંત બ્રહ્માંડમાં તમારા પ્રયાસોનાં નાનકડા કદની પ્રતીતિ કરો. હવે તેના પર (પ્રભુ) છોડી દો. તમારું કામ થઇ જશે. ઇન્શા અલ્લાહ. “હે રામ”- જ્યારે બંદૂકની ગોળીઓ તેમના શરીરને સ્પર્શી ત્યારના તેમનાં આ આખરી શબ્દો હતા.

આપણે ગાંધીજી માટે રાહ ન જોવી જોઈએ. આપણે એ કરવું જોઈએ જે તેઓ એ કર્યું હોત. 
હું જાહેર કરું છું કે મારા કોઈ આર્થિક કે વ્યક્તિગત હિતો નથી. 

અભય બંગ Search.gad@gmail.com 
 સોસાયટી ફોર એજ્યુકેશન, એક્શન એન્ડ રિસર્ચ ઇન કમ્યુનિટી હેલ્થ, ગડચિરોલી, મહારાષ્ટ્ર ૪૪૨૬૦૫, ભારત
(સામુદાયિક સ્વાસ્થ્યમાં શિક્ષણ, કાર્ય અને સંશોધન માટેની સંસ્થા) 
(ઉપરોક્ત મૂળ લેખ ડૉ. અભય બંગ દ્વારા લખાયેલ છે જેનો ગુજરાતીમાં અનુવાદ મેં એટલે કે હરેશ કણઝરીયા એ કરેલ છે.)