બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગણેશ ચતુર્થી: તાલીમ વિના માટીની અદભુત મૂર્તિ બનાવતો બાળકલાકાર ક્રિસપગી.

કોરોનાની મહામારીના કારણે લોકો આ વર્ષે ઇકોફ્રેન્ડલી માટીના ગણપતિનું સ્થાપન કરવા તરફ પ્રેરાયા છે. આ વર્ષે ઘરે ઇકોફ્રેન્ડલી માટીના ગણેશના સ્થાપનથી ગણેશ ઉત્સવની ઉજવણી કરશે ત્યારે અમે આપને એક એવા બાળ કલાકાર ની વાત કરી રહ્યા છીએ જેને  કુદરતે  માટીકળા આપી છે. માટીની અદભૂત મૂર્તિઓનું સર્જન કરે છે.મહિસાગર જિલ્લાના લુણાવાડા નગરના ટેકરી વિસ્તારમાં રહેતા બાળ કલાકારે પોતાની માટી કળાથી સૌને અચંબિત કર્યા છે. ધોરણ સાતમાં અભ્યાસ કરતો 12 વર્ષનો બાળ કલાકાર ક્રિશ માટીકળાના નિપૂણ  કલાકારોની જેમ  માટીની મૂર્તિઓનું સર્જન કરે છે. ઇકોફ્રેન્ડલી ગણેશની સ્થાપના સાથે પર્યાવરણ રક્ષાનો સંદેશ આપે છે.




ક્રિશના પિતા રાજુભાઈ  છૂટક મજૂરી કરીને પરિવાર નું ગુજરાન ચલાવે છે. પરિવારમાં માતા ગીતાબેન અને તેઓ બે ભાઈ બે બહેન છે. બાળપણથી ધોરણ પહેલાથી ચિત્રકલામાં  રુચિ ધરાવતો ક્રિશને આગળ વધતા માટીના રમકડાં અને માટીની મૂર્તિઓ બનાવવાનુ ગમે છે.પોતાની જાતે ડુંગર પરથી માટી લાવી તેને ભૂકો કરી ઓગાળી નારિયેળની છાલ ઉમેરી મૂર્તિ બનાવવા માટે માટી તૈયાર કરે છે.નવાઈની વાત એ છે કે તેને કોઈએ તેને શીખવ્યું નથી તેમ છતાં  પોતાની જાતે ચિત્રો બનાવી મૂર્તિ તૈયાર કરે છે. માત્ર થોડા સમયગાળામાં પોતે તૈયાર કરેલ માટીમાંથી મૂર્તિ બનાવી દે છે.  વોટર કલરથી ક્રિશ પોતે બનાવેલ મૂર્તિને અદભુત રૂપ આપે છે,શણગારે છે.હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે ઘરે રહીને તેણે પોતાની આ કલાને વધુ નિખારી છે.પોતાની નવરાશની પળોમાં દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવી પોતાની આ કલાને વધુ વિકસાવી રહ્યો છે.




આસપાસના વિસ્તારમાં તેની આ કળાની પ્રસિદ્ધિ થતાં ગણપતિના આ તહેવારમાં માટીની મૂર્તિ તૈયાર કરવા માટે બોલાવે છે. તે કહે છે માટીની મૂર્તિથી સ્થાપના કરીએ અને જયારે તેને પાણી વિસર્જન કરીએ તો જળચર જીવોની પણ રક્ષા થાય છે. આપણે ઘરે પણ માટીની મૂર્તિનું  સરળતાથી વિસર્જન કરી શકીએ છીએ. માટીકળામાં  આગળ વધીને આ કળાને વધુમાં વધુ વિકસાવવાની તેણે ઈચ્છા વ્યક્ત કરી છે. સરકાર પણ આવા કુદરતની કલાની ભેટ મળી હોય તેવા બાળ કલાકારને પ્રોત્સાહન આપે તો પોતાની કલામાં આગામી ભવિષ્યમાં સર્વોચ્ચ શિખરો સર કરી અદભૂત સર્જનોની ભેટ આપી શકે છે.