બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ખેલૈયાઓ થઈ જાઓ તૈયાર, સરકાર 200 લોકોની છુટ સાથે નવરાત્રી યોજવા આપી શકે મંજુરી

કોરોના કાળમાં નવરાત્રીના આયોજનને લઈને ખેલૈયાઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, સરકાર 200 લોકોની છૂટ સાથે ગરબા યોજવાની બાબત વિચારધીન છે.

નવરાત્રીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકાર મોટી છૂટછાટ આપે તેવા સંકેત મળી રહ્યાં છે. મોટા મેદાનમાં ગરબાને મંજૂરી નહીં આપવામાં આવે કહ્યા બાદ આજે નાયબ મુખ્યમંત્રીના સૂર બદલાયા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે 200 લોકો સાથે રિઓપનની નવી ગાઈડ લાઈન મુજબ ગરબા યોજાઈ શકે છે.

પાટણમાં લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નીતિન પટેલે શરતોને આધીન શેરી-ગરબાના આયોજનને છૂટ આપવાની શક્યતા વ્યક્ત કરી. નીતિન પટેલે જણાવ્યું કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબાની છૂટ મળી શકે છે. પરંતુ આ મુદ્દે તમામ સ્થિતિની સમીક્ષા કરીને સરકાર આખરી નિર્ણય કરશે તેમ નીતિન પટેલે જણાવ્યું.

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ રાજ્યએ તમામ મોટા ગરબા આયોજકોને ગરબાના આયોજન માટે મનાઈ કરી છે. કોરોનાની સ્થિતિને લઈને રાજ્ય સરકાર દ્વારા આયોજીત થતાં નવરાત્રી મહોત્સનું આયોજનને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. આ વર્ષે રાજ્ય સરકાર નવરાત્રીનું આયોજન નહી કરે. આગામી 17થી 25 ઓક્ટોબર દરમિયાના યોજાનારો રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે.