This browser does not support the video element.
''નમસ્તે ટ્રમ્પ'' ટ્રમ્પના સ્વાગત પહેલાજ ગેટ ધબાય નમહ: ધડાકાભેર પડતા ગેટનો વિડીયો થયો વાયરલ......
ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને માત્ર ગણતરીની કલાકો બાકી છે...
જે ગેટથી મોદી તેમજ ટ્રમ્પની એન્ટ્રી થવાની હતી તે ગેટજ ધડાકાભેર તૂટી પડ્યો
ત્યારે મોટેરા
સ્ટેડિયમ ના ગેટ નંબર 3ની
પાસે બનાવવામાં આવેલો કામચલાઉ ગેટ
ધડાકાભેર તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી.. આ ગેટની અંદરથી અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પ અને
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એન્ટ્રી થવાની હતી.. તેની સાથે જ એક મોટી દુર્ઘટના
બનતી અટકી ગઈ છે.. સદનશીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ જે રીતે ઘડાકાભેર
ગેટ તૂટવાનો વીડિયો સામે આવ્યો છે. તેને જોઈને અંદાજો લગાવી શકાય કે કદાચ આ ઘટના
ટ્ર્મ્પના કાર્યક્રમ વખતે બની હોત તો મોટું નુકસાનકારક બની શકત... હાલ તો આ ઘટનાને
ગંભીર બેદરકારીની નજરથી પણ જોવામાં આવી રહી છે.. અને અન્ય કઈ કઈ
સુરક્ષા-વ્યવસ્થામાં ચુક રહી ગઈ છે તે પણ જોવાનું અને ચકાસવાનું રહેશે...