બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગિરનાર રોપ-વેનું ટેસ્ટિંગ થયું પૂરું, જલ્દી જ થશે લોકાર્પણ

  એશિયાના સૌથી મોટા એવા ગિરનાર રોપ-વેને લઈને લોકોમાં ભારે રોમાંચ સાથે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોપ-વેની કામગીરી પૂર્ણ થયા બાદ તેની ટ્રાયલ પણ શરુ કરી દેવામાં આવી છે. જેમાં ગિરનાર રોપ-વેનું સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. અને રોપ વેમાં તમામ ટ્રોલીનું પણ ચેકિંગ હાથ ધરાયું હતું. વિશેષ ઓસ્ટ્રિયાથી આવેલાં એન્જિનિયરોએ ગિરનાર રોપ વેનું ટેસ્ટિંગ કર્યું હતું. આમ રોપ-વેનું ટેસ્ટિંગ સફળ રહેતાં હવે ટૂંક સમયમાં રોપ-વેનું લોકાર્પણ કરી શકાય છે.
ગિરનાર રોપ –વેની કામગીરી હવે અંતિમ ચરણમાં પહોંચી છે. રોપ-વેના જલ્દી લોકાર્પણ માટે હાલ દેશ-વિદેશની ઈજનેરોની ટીમો કામે લાગી છે. ગિરનાર રોપ-વે પૂર્ણતાના આરે છે, હવે કહી શકાય તે રોપ-વે તેના અંતિમ ચરણમાં છે, કારણ કે, જે રીતે ઓસ્ટ્રિયાથી આવેલા ઈજનેરો દ્વારા હાલ રોપ-વેના રૂટ પર તમા ટ્રોલીના ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.

રોપ-વેનું ટેસ્ટિંગ સફળ રહેતાં લોકાર્પણ કરવા અંતિમ ઓપ આપવામાં આવશે. એટલે ૨૦ ઓક્ટોબર સુધીમાં કામ પૂર્ણ થતા ૯મી નવેમ્બરએ લોકાર્પણ કરવા માર્ગ મોકળો બનશે. હાલ તો રોપ-વે ને લઈને સોરઠ અને સૌરાષ્ટ્રમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.